એક હોળી બાહ્ય જગતની, એક અંદરના સંસારની

27 March 2021 05:11 PM
Dharmik
  • એક હોળી બાહ્ય જગતની, એક અંદરના સંસારની

રે મન ! ખૂબ ખેલ હોલી... મીરાબાઇ:કબીરસાહેબ કહે છે મનની ગાંઠો ખોલવાથી જ સાચા ગુરૂ જોવા મળે છે, મનની ગાંઠો ખુલે ત્યારે પરમાત્માના રંગમાં રંગાવાનો અવસર મળે છે

હોળી માત્ર એક તહેવાર નથી. આ સાધનાનું સૂચક છે. જેમાં ન કોઇ બહારનો રંગ છે, ન કોઇ બહારનું ફૂલ છે. હોળી જે પોતાના મનના ઉંડાણમાં પોતાના પરમેશ્વર ની સાથે છે.‘દરસ બરસ વ્રત પ્રિયા કો છવિ નિરખત ભઇ બૌરી’ અહીં પરમાત્માને પતિ કહેવાયું છે. જયારે મન વૈરાગ્યમાં આવી ગયું, જયારે મન પ્રેમથી ભરાઇ ગયું તો પિયા દેખાયા છે અને મન તેના માટે બાવરું બની જાય, આ પરમેશ્વરરૂપી પિયાને જોવી ત્યારે સંભવિત છે. જયારે ભકત પતિવ્રતા બને તેનું મન અન્યત્ર ન ભટકાય. સંસારથી રાગ હટાવી એક ઇશ્વરમાં જેણે પોતાનું મન જોડી દીધું તો તેને કહે છે વૈરાગ્ય. આ વૈરાગ્ય વગર પરમાત્માના દર્શન થઇ શકતા નથી.


સદગુરૂની સાથે હોળીની જયારે વાત આવે છે ત્યારે કબીર સાહેબને આપણે ભૂલી ન શકીએ જયારે શિષ્યની તૈયારી થઇ જાય  છે ત્યારે આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પ્રકટ થઇ જાય છે. શિષ્યએ વૈરાગ્યનો સાબુ લગાવીને મનને ઉજળું કરી લીધું. શ્રદ્ધાની ઓઢણીથી સ્વયંને ઢાંકી લીધું અને નમ્રતાપૂર્વક સદગુરૂની સમક્ષ જઇને કહ્યું, હવે તે લાલીનો રંગ મને પણ આપો.’ જેની પાસે સદગુરૂ નથી તે ચૂકી જાય છે અને સાચો ગુરૂ જેની પાસે છે તે આ રહસ્યને સમજી લે છે.


‘સબ કે પલ્લે લાલ હૈ, સબ હી સાહુકાર’ કબિર સાહેબ કહે છે કે આ દુનિયામાં કોઇ ગરીબ છે જ નહિ. બધા ધનવાન છે. પરંતુ ‘ગાંઠ ખોલ પરખા નહિ યા વિધિ યા વ્યવહાર’ જેણે મનની ગાંઠ ખોલી નથી તે તો ગરીબનો ગરીબ રહી જાય છે. વિધિ એ છે કે જો મનની ગાંઠ નહિ ખોલાય તો આ રંગ નહિ મળે. મારી પાસે ગુરૂ છે તેમ કહેતા પહેલા એ પણ જોવું જોઇએ કે તે ગુરૂ સદગુરૂ છે. કોની પાસે જઇને સમર્પણ કર્યુ તે તો જોઇ લો. સંસારના ભોગમાં જયારે મન આસકત થઇ જાય છે ત્યારે માખીની જેમ ફસાઇ જવાય છે. માખી મધ ખાવા ગઇ તેની પાંખો મધમાં લપાઇ જાય, હવે તો ઉડવાની આશા તો પણ ઉડીન શકે.


મહેંદીના પાનમાં લાલ રંગ હોય છે. પરંતુ મહેંદીના પાન હાથમાં રાખો તો લાલી હાથમાં આવશે નહિ. પ્રથમ પાનની પીસવા પડે છે. અર્થાત પાન ઘસાય છે ત્યારે તેમાંથી લાલ રંગ નીકળે છે. કબીર સાહેબ કહે છે કે મારા અંતરમાં બેઠેલા તે લાલની લાલી મેં જોઇ લીધા જે મનનું દલન શીખવાડે અર્થાત જો મનને કુટીને મનના કામ, ક્રોધ, રાગ, દ્વેષનું મારણ કરતાં શીખવાડે તે મારા સદ્ગુરૂ છે.હોળી ફાગણ મહિનામાં આવે છે કહે છે કે માનવ જીવન જ ફાગણ છે મીરાબાઇ કહે છે કે ‘રે મન, ખૂબ ખેલ હોલી ’ આ હોળી બહારની નહિ પણ અંદરની છે. લોકો વિચારતા હોય છે કે હોળી શ્રીકૃષ્ણથી શરૂ થઇ છે. પરંતુ એમ નથી. હોળીનો ઘણા પ્રાચીન કાળથી થઇ રહી છે. આ હોળી સતયુગમાં થતી હતી. રંગવાળી હોળી રમતા પહેલા હોલિકા પ્રગટાવવામાં આવે છે. લાકડી સળગાવીને આગ તો સળગાવી શકાય છે પરંતુ અસલમાં મનના બધા વિકારો અને આસકિતઓને સળગાવવા જોઇએ. મનમાં જે કુડો કચરો ભરી રાખ્યો છે તેને જ્ઞાનની અગ્નિમાં જલાવીને રાખ કરી દેવો જોઇએ.
- આનંદમૂતિ ગુરૂમાં


Related News

Loading...
Advertisement