હોળી પર્વોત્સવમાં સાત રાશિઓ પર છવાશે ખુશીઓનો રંગ : ફળાદેશ

27 March 2021 05:11 PM
Rajkot Dharmik
  • હોળી પર્વોત્સવમાં સાત રાશિઓ પર
છવાશે ખુશીઓનો રંગ : ફળાદેશ

હોળીમાં આ સાત રાશિઓના જીવનમાં ખુશીઓના રંગ છવાશે. અહીં બારેય રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે તેની જાણકારી આપી છે.
મેષ : મેષ રાશિના જાતકોને આવકના નવા સાધનો ઉભા થાય, જીવનમાં ખુશીઓ છવાય, પરંતુ બોલવામાં તથા ક્રો પર કાબુ રાખવો.
વૃષભ : ધનથી જોડાયેલા મામલામાં સફળતા મળે, શુભ સમાચાર મળે, સામાજીક જીવનમાં માન-સન્માન મળે.
મિથુન : સાંસારિક સુખોમાં વૃદ્ધિ, કાર્યમાં સફળતા, નોકરી મળવાની સંભાવના, ધનલાભ
કર્ક : કોઇ સમસ્યાનો સામનો કરવો પડે કામકાજમાં વધારો થાય, આર્થિક સ્થિતિને સુનિયોજીત રીતે વધારવાનો પ્રયાસ સફળ બને.
સિંહ : આત્મવિશ્ર્વાસમાં વૃદ્ધિ થાય, આર્થિક ક્ષેત્રે કામયાબી, મિત્રોનો સહયોગ મળે, સમાજમાં માન-સન્માન મળે.
કન્યા : લાભના યોગો, કાર્યક્ષેત્રમાં મોટી ઉપલબ્ધી પારિવારિક તથા દાંપત્ય જીવન સારૂ રહે, સ્ત્રી વર્ગથી લાભ મળવાની સંભાવના.
તુલા : આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે, પારિવારિક જીવન સારી રીતે પસાર થાય, મિત્રો સાથે પાર્ટીનો આનંદ લઇ શકાશે.
વૃશ્ચિક : નોકરીમાં સફળતાની સંભાવના, વૈવાહિક જીવનમાં મુશ્કેલી, ભાગ્ય સાથ આપે, ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે.
ધન : સુખ-સુવિધામાં વૃદ્ધિ, ખર્ચો વધે, વેપારમાં લાભ, વૈવાહિક જીવન સુમધુર રહે.
મકર : મનમાં કોઇ ચીજને લઇને ભ્રમની સ્થિતિ બની રહે, કાર્ય વેપારમાં લાભની પ્રાપ્તિ.
કુંભ : નોકરી-વેપારમાં લાભ, માનસિક તનાવ રહે, કડવા શબ્દો બોલવાથી બચવું, અન્યથા કોઇ સાથે કલહ થઇ શકે સંતાન સુખની પ્રાપ્તિ ઘરેલું જીવનમાં લાભ.
મીન : ખાન-પાનમાં વિશેષ ધ્યાન આપવું, માન-સન્માન મળે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા બે વાર વિચારવું, ધન લાભનો યોગ છે.


Related News

Loading...
Advertisement