પોલીસ કર્મીએ કાર પાર્ક કરતા પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ : ટીયર ગેસના સેલ છોડાયા

27 March 2021 12:34 PM
Botad
  • પોલીસ કર્મીએ કાર પાર્ક કરતા પોલીસ અને
લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ : ટીયર ગેસના સેલ છોડાયા

બોટાદ જીલ્લાના ઢસા ચાર રસ્તા પાસે કેબીન નજીક

બોટાદ, તા. 27
બોટાદ જિલ્લાના ઢસા ચાર રસ્તા પાસે કેબીન સામે પોલીસ કર્મચારીએ કાર પાર્ક કરતા વેપારી અને પોલીસ વચ્ચે ચકમક જર્યા બાદ વેપારીની પોલીસે અટક કરતા ર000થી વધુ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો જેને લઇ ટોળાને વિખેરવા પોલીસે ત્રણ રાઉન્ડ ટીયર ગેસના છોડયા હતા. જેમાં ત્રણ વ્યકિતને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવને લઇ એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે લોકોએ પડાવ નાાખ્યો હતો.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ઢસા ગામે ચાર રસ્તા પાસે આવેલ નરેશભાઇ અમશીભાઇ ગોલેતરના પાનના ગલ્લાની સામે પોલીસ કર્મચારીએ કાર પાર્ક કરી નાસ્તો કરવા જઇ રહ્યા હતા. તે વેળાએ વેપારીએ ગાડી અહીં કેમ ઉભી રાખેલ છે તેમ કહી કાર હટાવવાનું કહેતા સીવીલ ડ્રેેસમાં રહેલ પોલીસ સ્ટાફ સાથે વેપારીને ઉગ્ર બોલચાલી અને ઝપાઝપી થતા મામલો બિચકયો હતો. કાર લેવાની બાબતમાં બોલાચાલી થતા વેપારીની અટકાયત કર્યાની વાત વાયુવેગે પ્રસરી ઉઠતા ઢસા પંથકમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઢસા પોલીસ મથકને બે હજારથી વધુ લોકોએ ઘેરાવ કર્યો હતો. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના ત્રણ રાઉન્ડ છોડતા ભાગદોડ મચવા પામી હતી. જેમાં એક વ્યકિતને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચતા ભાવનગર રીફર કરાયા હતા. જયારે અન્ય બે વ્યકિતને ઇજા પહોંચવા પામી હતી.ઉકત બનાવના પગલે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી દેસાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો ઢસા દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉકત બનાવના પગલે જિલ્લાભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.ઉકત મામલે ઢસા પોલીસ મથકના કોન્સ્ટેબલ હરદીપસિંહ ગીરવતસિંહ ગોહીલે ઢસા પો.સ્ટે.માં નરેશ અમરશીભાઇ ગોલેતર સામે ફરીયાદ નોંધાવી હતી કે તેઓ અન્ય સ્ટાફ સાથે બપોરે ર.પ0ના સુમારે પેટ્રોલીંગમાં હતા તે વેળાએ પાનના ગલ્લા પાસે વાન ઉભી રાખતા સરકારી ગાડી અહીંયા કેમ ઉભી રાખેલ છે તેમ કહી અપશબ્દ કહેતા તેઓના કાઠલો પકડી લાફા વડે માર મારી ઝપાઝપી કરી તેઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.


Loading...
Advertisement