આજના જમાનામાં વિશ્વ ગુરૂ બન્યુ છે ઈન્ટરનેટ!

26 March 2021 02:49 PM
India Technology
  • આજના જમાનામાં વિશ્વ ગુરૂ બન્યુ છે ઈન્ટરનેટ!

2020 ના મહામારીના વર્ષમાં ગુગલ સર્ચ રિપોર્ટમાં નવા ટ્રેંડની ઝલક : દર પાંચમાંથી ચાર લોકો ઈન્ટરનેટમાંથી કંઈને કંઈ શીખે છે: ભારતીય ભાષા જાણવા ગુગલ ટ્રાન્સલેટનો 17 અબજ વાર ઉપયોગ થયો

નવી દિલ્હી તા.26
વર્ષ 2020 ના અનિશ્ચીતતા ભરેલા સમયે લોકોનાં ઓનલાઈન સર્ચ પર પણ અસર કરી છે. ગુગલની વાર્ષિક સર્ચ રિપોર્ટમાં જાહેર થયુ છે કે દર પાંચમાંથી ચાર લોકો યુ ટયુબ પર કંઈને કઈ શીખતા રહ્યા છે. લોકો આર્થિક હાલત પર પણ ચિંતીત જોવા મળેલા એટલે પર્સનલ ફાયનાન્સ પર સર્ચ 50 ટકા સુધી વધી હતી.

તેમાં રોકાણથી લઈને મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી સર્ચ પણ સામેલ હતી. તો ભારતીય ભાષાઓમાં જાણકારી મેળવવા માટે લોકોએ ગુગલ ટ્રાન્સલેટનો અધધધ 17 અબજ વાર ઉપયોગ કર્યો હતો. 90 ટકાથી વધુ યુ ટયુબ યુઝર્સે ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ જોવાનું પસંદ કર્યું હતું. આસપાસની ખબરો માટે લોકલ ન્યુઝ સર્ચ કરાઈ હતી. ડોકટરને ઓનલાઈન ક્ધસ્લ્ટેશનની સર્ચમાં 300 ટકા વધારો થયો હતો.

ગુગલ ઈન્ડીયાનાં ક્ધટ્રી હેડ અને વી.પી.સંજય ગુપ્તા જણાવે છે કે ગત વર્ષે કન્ઝયુમરનાં ઓનલાઈન વલણમાં ફેરફાર આવ્યો તો બીઝનેસ પણ ડીઝીટલ થઈ ગયો. આ સ્થિતિમાં બિઝનેસ મોડેલ, માર્કેટીંગ, ડીસ્ટ્રીબ્યુશન વગેરે પર નવેસરથી વિચાર કરવો પડશે. જેથી ભારતીય યુઝર્સની જરૂરીયાતો અનુસાર ચલાવી શકાય.


Related News

Loading...
Advertisement