રાજયનું સૌથી ગરમ શહેર પોરબંદર : 40.4 ડિગ્રી તાપમાન

26 March 2021 11:39 AM
Porbandar Gujarat
  • રાજયનું સૌથી ગરમ શહેર પોરબંદર : 40.4 ડિગ્રી તાપમાન

કેશોદ 39.પ, રાજકોટ 39, ભૂજ-નલિયા અને સુરેન્દ્રનગર પણ 39 ડિગ્રી સાથે આકરો તાપ અનુભવાયો

રાજકોટ તા. 26
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પણ અનેક સ્થળોએ 38 થી 39 ડીગ્રી મહતમ તાપમાન નોંધાતા લોકોએ આકરો તાપ સહન કર્યો હતો. રાજકોટમાં ગઇકાલે બપોરે 39 ડીગ્રી મહતમ તાપમાન સાથે પવનની ઝડપ 14 કીમી સરેરાશ નોંધતા નગરજનોએ આકરા તાપ સાથે આગ ઝરતી લું પણ અનુભવી હતી. જયારે આજે સવારે 8/30 કલાકે જ તાપમાનનો પારો 28 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત ગઇકાલે ભુજ-કેશોદ-અમદાવાદ-વડોદરા, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી, પોરબંદર અને ગાંધીનગર ખાતે પણ અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજયનું સૌથી ગરમ શહેર પોરબંદર રહયુ હતુ. અત્રે મહતમ તાપમાન 40.4 ડીગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત અમદાવાદ ખાતે 38, ડીસામાં 38.9, સુરતમાં 38.4, કેશોદમાં 39.5, વેરાવળમાં 38.2, ભુજમાં 39.8, નલીયામાં 39.1 અને સુરેન્દ્રનગર ખાતે 39.પ ડીગ્રી મહતમ તાપમાન સાથે આકરો તાપ અનુભવાયો હતો. જયારે કંડલા ખાતે 39.1, અમરેલીમાં 38.4, ગાંધીનગરમાં 38, મહુવામાં 38.4 અને દિવમાં 37.7 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતુ.


Related News

Loading...
Advertisement