મા-બાપનું સખ્ત વલણ આખરે બાળકના વિકાસને રૂંધે છે

24 March 2021 10:45 AM
Health Off-beat
  • મા-બાપનું સખ્ત વલણ આખરે બાળકના વિકાસને રૂંધે છે

સોટી ચમચમ વાગવાથી વિદ્યા રૂમઝુમ નથી આવતી!:બાળકો પર ગુસ્સે થવાથી કે માર મારવાથી તેના સામાજીક અને ભાવનાત્મક વિકાસને અસર થાય છે

વોશીંગ્ટન તા.24
મોટેભાગે મા-બાપને એવુ લાગતું હોય છે કે બાળકોની સારી સાર સંભાળ માટે તેમની સાથે સખ્ત વલણ જરૂરી છે પણ તેની નકારાત્મક અસર તેના મગજ પર પડી શકે છે. તાજેતરનાં એક અધ્યયન મુજબ બાળકો પર ચીસો પાડવાથી કિશોરાવસ્થામાં તેમની મગજની રચનાને અસર થઈ શકે છે.સંશોધકોએ જાણ્યુ કે કઠોર પાલન પોષણવાળા બાળકોમાં પ્રીફ્રન્ટલ કોર્ટેકસ અને એમિગ્ડાલા નાના આકારમાં વિકસીત થયા હતા. આ મસ્તિષ્ક રચનાઓ ભાવનાત્મક નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને ચિંતા અને નિરાશાનું કારણ બની જાય છે.સંશોધકોનું કહેવુ છે કે ચિંતાની બાબત એ છે કે મા-બાપ-વડીલોનું બાળકો પ્રત્યે વલણ સામાન્ય બાબત છે અને સામાન્ય રીતે દુનિયાભરમાંતે સામાજીક રીતે સ્વીકૃત પણ છે. મોન્ટ્રીયલ  વિશ્વ  વિદ્યાલય અને સ્ટેનફોર્ડ વિશ્વ વિદ્યાલયનાં સંશોધકોએ આ અભ્યાસ કર્યો હતો. મુખ્ય સંશોધક ડો.સબરીના સુફ્રેતે કહ્યું હતું કે મા-બાપે એ સમજવાની જરૂર છે કે સતત સખ્ત વલણ અપનાવવાથી બાળકોનાં મગજના વિકાસની સાથે સાથે ભાવનાત્મક અને સામાજીક વિકાસને પણ અસર થાય છે.


Related News

Loading...
Advertisement