સ્પેન તા.24
હાલના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્યાયામ પહેલા કોફીનુ સેવન ફાયદાકારક છે સંશોધકોએ જણાવ્યું હતું કે રોજ કસરત શરૂ કરવાના 30 મીનીટ પહેલા કોફીના સેવનથી શરીરની ચરબી બાળવામાં મદદ મળે છે.સ્પેનના ગ્રેનેડા વિશ્ર્વ વિદ્યાલયનાં સંશોધકોનું સુચન છે કે કેફીન ચરબી ઓકિસકરણને વધારે છે. જેનાથી ચરબીને બળવામાં મદદ મળે છે.ઉલ્લેખનીય છે કે કેફીન દુનિયામાં સૌથી વધુ ખપત થતાં પદાર્થોમાનું એક છે. તેની લોકપ્રિયતા છતાં હજુ સુધી તેની લાભકારક અસરોના બારામાં ઓછુ સંશોધન થયુ છે.મુખ્ય સંશોધક ડો.ફ્રાન્સીસ્કો જોસ અમારો ગહેટએ કહ્યું છે કે સામાન્ય રીતે વસાના ઓકિસકરણને વધારવા માટે સવારે ખાલી પેટ વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે.આ અધ્યયન દરમ્યાન એક વધુ વાતનો એ ખુલાસો થયો કે આ પ્રક્રિયાનો વધુ ફાયદો બપોરે કસરત કરવાથી થાય છે.વ્યાયામ દરમ્યાન વસાનું ઓકિસકરણ સવારની તુલનામાં બપોરના સમયે વધુ થતુ હતું.