સાંજની સ્પાઇસ જેટની મુંબઇ ફલાઇટ કેન્સલ

23 March 2021 04:27 PM
Rajkot Travel
  • સાંજની સ્પાઇસ જેટની મુંબઇ ફલાઇટ કેન્સલ

28મીથી ઇન્ડિગો કંપનીની મુંબઇ-દિલ્હી, હૈદરાબાદ સેવા શરૂ

રાજકોટ તા. 23 : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રભરમાં કોરોનાની લહેર વચ્ચે હવાઇ સેવાને હજુ અસર પડી નથી રાજકોટ એરપોર્ટ પરથી રોજીંદી ફલાઇટનું સંચાલન શરુ છે. રાજકોટથી મુંબઇ-દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદની ફલાઇટમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં વધારા સાથે તમામ ફલાઇટો ફુલ રહી છે. આજે સાંજે સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ ફલાઇટ ઓપરેટીંગના લીધે કેન્સલ થઇ છે. આગામી તા. 28 ને રવીવારથી એર ઇન્ડીયાની રાજકોટ-મુંબઇની વધુ એક ફલાઇટ અને ઇન્ડીગો કંપનીની રાજકોટ-મુંબઇ, દિલ્હી, હૈદરાબાદની સેવા શરુ થનાર છે.


રાજકોટ એરપોર્ટ પર સ્પાઇસ જેટ અને એર ઇન્ડીયાની રોજીંદી 7 ફલાઇટની સેવા ઉપલબ્ધ છે. ત્યારે આગામી તા. 28 મીથી ઇન્ડીગો કંપનીની સેવા ઉમેરાતા ડેઇલી 11 ફલાઇટનાં સંચાલનથી રાજકોટ એરપોર્ટ સવારના 6:00 કલાકથી રાત્રીના 9:30 કલાક સુધી ધમધમી ઉઠશે. તા. 28મીથી 20 દિવસ સુધી બેંગ્લોરની ફલાઇટનું ઉડાન બંધ રહેશે. બાદ પુન: બેંગ્લોરની વિમાની સેવા શરુ થશે. આ ઉપરાંત નજીકના દિવસોમાં એર કાર્ગો સેવા શરુ થવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement