રૈના બીતી જાયે, નીંદ ન આયે....

19 March 2021 10:40 AM
Health Top News
  • રૈના બીતી જાયે, નીંદ ન આયે....

આજે ‘વર્લ્ડ સ્લીપ ડે’ : મહિલાઓમાં નિંદ્રાની સમસ્યા : ચોવીસ કલાક જવાબદારીઓ સંભાળતી મહિલાઓની જીંદગીમાં નિંદ્રા શા માટે જરૂરી છે ?

રાજકોટ તા. 19 : આજે તા. 19 મી માર્ચના ‘વર્લ્ડ સ્લીપ ડે’ છે. ભારતીય પરિવારોમાં મહતમ ઘરોમાં મહિલાઓ સૌથી પહેલા સૂઇને ઉઠે છે. પછી ભલે તે રાતમાં ઓછુ સુતી હોય કે આખી રાત નિંદ્રા ન આવી હોય. અનેકવાર ઘરની જવાબદારીઓ સંભાળતા તેણી પર્યાપ્ત નિંદ્રા પણ લઇ શકતી નથી. આવું કયારેક કયારેક નહિ પણ વર્ષો સુધી ચાલ્યા કરે છે. આ બધાની વચ્ચે તેની તંદુરસ્તી માટે નિંદ્રા કેટલી જરૂરી છે તે વાત ખુદ મહિલાઓ પણ જાણતી નથી. એવું નથી કે ઓછી નિંદ્રા પુરુષોના સ્વાસ્થ્ય પર અસર કરતી નથી. પરંતુ મહિલાઓ પર ઓછી ઉંઘની અસર કંઇક વધારે થાય છે.


મહિલાઓ શા માટે ઓછી નિંદ્રા કરે છે ?
ભારતીય મહિલાઓ ઉપર પરિવારની એટલી જવાબદારીઓ હોય છે કે તેનો પુરો દિવસ ઘરકામમાં જ પસાર થઇ જાય છે. તેની પાછળ સામાજીક અપેક્ષાઓ હોય છે. જેને પુરૂ કરતા કરતા લગભગ દરેક મહિલાઓ પોતાના આરામ પર ધ્યાન આપતી જ નથી.


ઓફિસ જવામાં પરેશાની
પાછલા અનેક વર્ષોથી હવે મહિલાઓ ઘેર રહેતી નથી પરંતુ તે ઓફિસ પણ જઇ રહી છે. પરંતુ એવુ નથી કે તે ઘરથી બહાર નીકળી રહી છે તો તેને ઘરના કામમાંથી છુટ્ટી મળી ગઇ છે. આજે પણ મહતમ મહિલાઓ ઓફીસના કામ પછી ઘરના કામમાં ગુંથાય છે. આ બધુ નિંદ્રાના કામથી જ સંભવિત થાય છે.


બાળકોની ચિંતા
ભારતીય મહિલાઓ પોતાના પરિવાર અને પોતાના બાળકોને માટે પણ જવાબદારી માને છે. ઘર-પરિવારને લઇને તે એટલું વિચારે છે કે ચિંતામાં તેને ઓછી ઉંઘ આવે છે.


દિવસમાં સૂઇ જવુ
અનેક મહિલાઓ દિવસમાં સુઇ જવાની આદત ધરાવે છે. દિવસમાં સુઇ જવાના કારણે પણ ઘણીવાર રાતમાં તેને ઉંઘ આવતી નથી. આયુર્વેદમાં તેને દિવા સ્વપ્ન કહે છે.


ઉંઘ ખરાબ સ્વાસ્થ્ય ખરાબ
નિંદ્રા પુરી ન થવી તે અનેક બીમારીઓને નિમંત્રણ આપી શકે છે. કઇ કઇ બીમારીઓની શકયતા છે તે જાણીએ. રાતમાં પુરી ઉંઘ ન થવાના કારણે મહિલાઓમાં પુરુષોના મુકાબલામાં સી-રીએકટીવ પ્રોટિનનું સ્તર વધારે થાય છે. આ કારણે તેને ઉચ્ચ રકત ચાપ અને દિલની બીમારીઓનો ખતરો વધારે હોય છે. નિંદ્રાની કમીના કારણે મહિલાઓને ડાયાબીટીસ ટાઇપ-ર ની શકયતા વધી જાય છે. વજન વધી શકે છે. ચિડિયાપણુ સ્વભાવમાં આવે છે. નિંદ્રા ન આવવાને કારણે અનેક મહિલાઓને પીરિયડમાં પરેશાની થાય છે. આયુર્વેદમાં અનિંદ્રા માટેના અનેક ઇલાજ છે. જેમકે બ્રાહ્મી, જટામાંસી જેવી જડીબુટીઓનો ઉપયોગ અનિંદ્રા માટે કરવામાં આવે છે.


પગની મસાજ
જો ઉંઘ ન આવતી હોય તો પગમાં મસાજ કરવું. તેના માટે બદાનમા તેલનો પ્રયોગ કરવો. પગના તળીયા, હથેળીઓમાં પણ લગાવી શકાય છે. સરસવનું તેલ પણ ગુણકારી છે. પંચકર્મ પણ લાભદાયી બને છે. યોગ પણ મદદરૂપ છે મહિલાઓને નિંદ્રા આવતી નથી તો કેટલાક ખાસ યોગાસન તેમાં મદદરૂપ થાય છે. જેમકે સુર્ય નમસ્કાર, અનુલોમ-વિલોમ, ભ્રામરી આસન, ઓમ મંત્રના ઉચ્ચારણ વગેરે લાભદાયક છે.


કોને કેટલી નિંદ્રા લેવી
તંદુરસ્તીને જોતાં વયના હિસાબથી દરેકને એક નિશ્ચિત અવધિની નિંદ્રા જરૂરી છે. 4 થી 11 મહિનાના બાળકોને લગભગ 15 કલાક તથા 1 થી ર વર્ષના બાળકોને 14 કલાક સુવું જોઇએ. 18 થી 25 વર્ષના લોકોને નવ કલાક તથા 26 થી 64 વર્ષના લોકોએ 8 થી 9 કલાક દરરોજ નિંદ્રા લેવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement