ઝડપથી 30 મીનીટ ચાલો; કોરોના પાછળ રહી જશે

18 March 2021 03:20 PM
Health
  • ઝડપથી 30 મીનીટ ચાલો; કોરોના પાછળ રહી જશે

આરોગ્યના સામાન્ય નિયમ પણ સંક્રમણથી બચવામાં ઉપયોગી : યુરોપમાં કોરોના સંક્રમણ સમયે 3 લાખથી વધુ લોકોના એકત્ર કરાયેલા બાયોડેટા પરથી તારણ ઝડપથી ચાલનારના હૃદયની પમ્પીંગ ક્ષમતા રકતવાહિનીની કામગીરી સારી રહી છે: ધીમે ધીમે ચાલનાર પર મૃત્યુનું જોખમ વધુ

લંડન:
તમો કઈ ગતિથી ચાલો છો! તેના પરથી તમો કેવી ઝડપથી કોરોના સંક્રમીત થશો તેના પર ઘણો આધાર રાખે છે. હાલમાં જ થયેલા એક નવા અભ્યાસ મુજબ ધીમી ગતિએ ડગ માંડનાર પર કોરોના સંક્રમણનું જોખમ વધી જાય છે. હવે આ તર્ક પાછળ તબીબી વિજ્ઞાન પણ છે તેવો દાવો થાય છે. યુરોપમાં સંક્રમણ સમયમાં જે બાયોબેન્ક દ્વારા ડેટા એકત્ર થયા હતા તેના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

તબીબી અભ્યાસમાં જણાવ્યું છે કે સામાન્ય વજનવાળા લોકો જો ધીમી ગતિએ ચાલે છે તો તેના પર મૃત્યુનું જોખમ વધુ હોય છે અને વધુ વજન તથા ઝડપથી ચાલનારા પર કોરોના સંક્રમણનો ખતરો ઓછો હોય છે. આ માટે શરીરશાસ્ત્રનો પણ તર્ક છે. જેમકે ઝડપથી ચાલનારાનું હૃદય અને તેના શરીરની રકતવાહિની યોગ્ય રીતે કામ કરે છે. બ્રિટનની લીસેસ્ટર યુનિ.ના અભ્યાસમાં 3,12,596 મધ્યમ આયુ વર્ગના બાયોબેન્ક ડેટાનું વિશ્લેષણ થયું હતું. આ ડેટા કોરોના કાળમાં જ એકત્ર કરવામાં આવ્યા હતા.

ઝડપી ચાલનારા લોકોની હૃદયની લોહી પંપીંગ ક્ષમતાની રીધમ જળવાય છે. ઉપરાંત ઝડપી ચાલનારનું વજન સમતોલ રહે છે. તેના માટે હૃદયરોગનો કે હાઈ બીપીનો ખતરો ઓછો હોય છે. તેઓને ટાઈપ-ટુ ડાયાબીટીઝનો ખતરો પણ ઓછો હોય છે અને તેના શરીરમાં તનાવ પણ ઓછો હોય છે. શરીરની માસપેશી (સ્નાયુ) મજબૂત તંગ હોય છે. આ તમામ શરીરમાં રોગપ્રતિકાક શક્તિ વધારે છે જે જે કોરોના સંક્રમણનું જોખમ ઘટાડે છે અને સંક્રમણ થયા પછી તેની ગંભીર અસર થતી નથી.

જયારે ધીમે ચાલનારના શરીરમાં રકતનો પ્રવાહ મંદગતિએ વહે છે જેથી તેના શરીરની માસપેશીઓ પણ લચીલી-ઢીલી બની રહે છે. જો તેમાં 30 મીનીટ બ્રિસ્ક વોકીંગ કરો એટલે કે ઝડપથી ચાલો તો તમારુ સ્વાસ્થ્ય વધુ સારુ રહે છે. ધીમે ચાલનારને આ લાભ મળતો નથી અને એ પણ તર્ક છે કે ધીમે ચાલનાર પર આ પ્રકારના સંક્રમણ સમયે મૃત્યુનું જોખમ 3.75 ગણું વધી જાય છે તે જ ગતિએ ચાલનાર પર હૃદયરોગનું જોખમ 31% ઘટી જાય છે.

હાર્વર્ડ મેડીકલ સ્કુલ દ્વારા કરાયેલા અભ્યાસમાં રોજ ઝડપથી 30 મીનીટ ચાલવું એ એકંદરે સ્વાસ્થ્ય માટે સારી સ્થિતિ દર્શાવે છે અને જે આ રીતે 30 મીનીટ ચાલે તે પછી એક કલાક જીમમાં તેની કવાયત કરે તે બન્ને એક સમાન છે. 30 મીનીટ ઝડપથી ચાલનાર 150 કેલોરી બાળે છે અને જો આ રીતે ચાલો તો એક સપ્તાહમાં વજન 1 પાઉન્ડ ઘટે છે.


Related News

Loading...
Advertisement