પોરબંદરના સીમર ગામની પરિણીતાને પોરબંદર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી

09 March 2021 09:56 AM
Porbandar
  • પોરબંદરના સીમર ગામની પરિણીતાને પોરબંદર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી

સીમર ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108 માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી..પરંતુ મહિલાને વધું દુ:ખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના EMT લાલજી વેગડે એમ્બૂલનસને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી. ગુજરાત સરકાર 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે. જેનો વધું ઍક કિસ્સો આજ રોજ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહીતી અનુસાર શુક્રવાર સાંજે 9 વાગ્યે પોરબંદર જીલ્લાનાં સીમર ગામમા રહેતાં રોશનીબેન ને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. જેથી108 ઍમ્બૂલનસનો સંપર્ક કરતા 108 નાં કમ્રીઓ તાબડતોબ સીમર ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધું દુ:ખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી, 108 ઍમ્બૂલનસનાં ઇએમટી લાલજી વેગડ અને પાયલોટ રોહિતભાઈએ ઍમ્બુલંસ માર્ગ ઉપર રોકી સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ પુત્રીને બેબીકેર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. (તસવીર/અહેવાલ : અમરજીતસિંઘ-દ્વારકા)


Loading...
Advertisement