ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૫ કેસ, ૬ દર્દીઓ ડિસ્ચાર્જ

08 March 2021 08:41 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૫ કેસ, ૬ દર્દીઓ ડિસ્ચાર્જ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૨૫૫ કેસો પૈકી ૫૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૮
ભાવનગરમાં આજરોજ ૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૨૫૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૨ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧ કેસ નોંધાતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫ કેસ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૬ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૬,૨૫૫ કેસ પૈકી હાલ ૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement