ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના ૫૦૦થી વધુ કેસ, ૪૮૨ દર્દી સાજા થયા, ૧નું મોત

08 March 2021 08:31 PM
Gujarat
  • ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના ૫૦૦થી વધુ કેસ, ૪૮૨ દર્દી સાજા થયા, ૧નું મોત

મૃત્યુઆંક ૪૪૧૬, એક્ટિવ કેસ વધીને ૩૨૧૨ થયા : રિકવરી રેટ ઘટીને ૯૭.૨૨ ટકા થયો, કુલ સંક્રમિતની સંખ્યા ૨,૭૩,૯૪૧ લાખ થઈ

રાજકોટઃ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દિવસેને દિવસે કેસો ધીમી ગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે ૫૦૦થી વધુ નવા કેસો નોંધાયા છે. સંક્રમણ વધતા એક્ટિવ કેસ વધીને ૩૨૧૨ થયા છે. તો રિકવરી રેટ ઘટીને ૯૭.૨૨ ટકા થયો છે. કુલ સંક્રમિતની સંખ્યા પણ વધીને ૨.૭૩ લાખને પાર થઈ ગઈ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૫૫૫ કેસો નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે, જ્યારે ૪૮૨ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૬,૩૧૩ થઈ ગઈ છે. હાલ કુલ ૪૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૩૧૭૧ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૧૬ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૩,૯૪૧ થયો છે.

રાજ્યમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ ૫ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ ૧૨૯, સુરત ૧૦૦, વડોદરા ૧૦૩, રાજકોટ ૪૪, પંચમહાલ ૧૮, આણંદ ૧૬, ભાવનગર ૧૫, ખેડા - ગાંધીનગર ૧૪, સાબરકાંઠા ૧૨, ભરૂચ - કચ્છ ૧૧, દાહોદ ૧૦, મહિસાગર ૯, જામનગર ૮, જૂનાગઢ ૯, ગીર સોમનાથ - મહેસાણા ૫, અરવલ્લી - મોરબી ૪, અમરેલી - પાટણ ૩, છોટા ઉદેપુર - નર્મદા ર, દેવભૂમિ દ્વારકા - નવસારી - તાપી - વલસાડ ૧.


Related News

Loading...
Advertisement