દક્ષિણ ભારતનો સોના-ચાંદીનો વેપારી આઈટીની ઝપટમાં: રૂા.1000 કરોડના કાળાધનનો પર્દાફાશ

08 March 2021 07:48 PM
India
  • દક્ષિણ ભારતનો સોના-ચાંદીનો વેપારી આઈટીની ઝપટમાં: રૂા.1000 કરોડના કાળાધનનો પર્દાફાશ

ચેન્નાઈ, મુંબઈ, જયપુર સહિત 27 સ્થળે દરોડા: રૂા.1.2 કરોડ રોકડા, સોનુ, બોગસ રોકડ ક્રેડીટ મળી આવ્યા

નવી દિલ્હી તા.8
આવક વેરા વિભાગે દક્ષિણ ભારતના એક મુખ્ય સોના-ચાંદી અને આભૂષણોના વેપારીના સૌથી મોટા વ્યવસાયી પરિસરોમાં દરોડા પાડતા રૂા.1000 કરોડનાં કાળુ નાણાનો પતો લાગ્યો હતો. આ માહિતી કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે ગઈકાલે આપી હતી.


આવકવેરા વિભાગે આ દરોડા ચેન્નઈ, મુંબઈ, કોઈમ્બતુર, મદુરાઈ, તિરુથિરાપલ્લી, ત્રિસૂર, નેલ્લોર, જયપુર અને ઈન્દોરના 27 પરિસરોમાં ચાર માર્ચે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 1.2 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. સીબીડીટીએ દાવો કર્યો હતો કે સોના-ચાંદીના વેપારીના ઠેકાણાઓમાં મળેલા પુરાવાથી એ બાબતનો ખુલાસો થયો છે કે રોકડ વેચાણ, નકલી રોકડ, ક્રેડીટ, ખરીદી માટે લોનની આડમાં ડમી ખાતામાં રોકડ જમા કરાઈ હતી. એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે સંબંધીત કારોબારીએ કોઈ હિસાબ કિતાબ વિના સોનાની ખરીદી કરી હતી. બિલ્ડરોને રોકડમાં લોન અપાયું હોવાનું પણ બહાર આવ્યું છે.


Related News

Loading...
Advertisement