મોટી ઉમર-ગંભીર બિમાર-પરિવાર વિહોણી જેલમાં સજા કાપતી મહિલાઓને મુકત કરાશે : ગૃહમંત્રી

08 March 2021 07:42 PM
Ahmedabad Gujarat
  • મોટી ઉમર-ગંભીર બિમાર-પરિવાર વિહોણી જેલમાં સજા કાપતી મહિલાઓને મુકત કરાશે : ગૃહમંત્રી

વિશ્વ મહિલા દિને ગૃહમાં વિપક્ષના સવાલનો જવાબ આપતા જાડેજા : કોરોનાથી પ0 પોલીસ અધિકારીના મોત

ગાંધીનગર તા.8
રાજ્યની જેલો ની અંદર અલગ અલગ ગુન્હાઓમાં સજા ભોગવતી મોટી ઉંમર ની ગંભીર બીમાર અને પરિવાર વિહોણી મહિલાઓની મુક્તિ માટેનો નિર્ણય વિજય ભાઈ રૂપાણી એ કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ન કાળ માં રાજ્યના ગૃહવિભાગ સંબંધિત શું પ્રયોજન કર્યું છે ? કોંગ્રેસના ધારાસભ્યએ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નિયમોને આધીન સજા ભોગવતા કેદીઓની જેલ મુક્તિ માટે એક કમિટીની રચના કરી છે આ કમિટી રાજ્યમાં આવેલી વિવિધ જેલની અંદર શારીરિક રીતે રોગગ્રસ્ત હોય આ ઉપરાંત તેના પરિવારમાં કોઈ હોય નહીં અને સજા પુરી કરી હોવા છતાંય અલગ અલગ અન્ય કારણોસર મુક્ત ન થઈ શકી હોય તેવી મહિલા કેદીઓ ની મુક્તિનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.જોકે રાજય સરકારે વિશેષ કમિટીમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ , જેલ ના ડીજી અને સ્ટેટ લીગલ કમિટી દ્વારા જેલ મુક્તિ માટે નિર્ણય લેવામાં આવશે. એટલું જ નહીં એ નિર્ણય માં પુરુષ કેદીઓ ને પણ જેલ મુક્તિ માટે નિર્ણય આવનાર દિવસમાં થશે તેવી સ્પષ્ટતા ગૃહ રાજય મંત્રી એ કરી છે.
તો બીજી તરફ કોરોનાની મહામારી માં ફરજ બજાવતા કેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મૃત્યુ પામ્યા ? તેવો પ્રશ્ન ધારાસભ્યોએ પૂછ્યો હતો જેના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી માં ફરજ બજાવતાં કુલ 62 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ના મૃત્યુ થયા છે જે પૈકી 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના પોલીસદળમાં ફરજ બજાવતા હતા આ ઉપરાંત 10 હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો મળી કુલ 62 લોકોના મૃત્યુ થયા છે કે રાજ્ય સરકાર તરફથી પોલીસ પરિવારને મદદરૂપ થવાના હેતુથી 25 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી રહી છે ત્યારે કોરોના ની ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ અધિકારી કે કર્મચારી ના પરિવારોને સહાય ચૂકવી દીધી હોવાનો સ્વીકાર કર્યો હતો.


Related News

Loading...
Advertisement