ગુજરાત ગેસ કંપનીએ બિઝનેસ સ્ટાન્ડર્ડ એવોર્ડ જીત્યો : મુખ્યમંત્રી દ્વારા અભિનંદન

08 March 2021 07:28 PM
Gujarat
  • ગુજરાત ગેસ કંપનીએ બિઝનેસ સ્ટાન્ડર્ડ એવોર્ડ જીત્યો : મુખ્યમંત્રી દ્વારા અભિનંદન

ગાંધીનગર તા.8
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ગેસ કંપનીએ બિઝનેસ સ્ટાન્ડર્ડ સ્ટાર પીએસયુ એવોર્ડ 2020 જીતી લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે ગાંધીનગર ખાતે આ એવોર્ડ સુપરત કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, બિઝનેસ સ્ટાન્ડર્ડ એવોર્ડ દેશના સૌથી પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ પૈકીનો એક છે. દર વર્ષે ઘનિષ્ઠ ચકાસણી બાદ જ સંબંધિત શ્રેણીમાં વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ એવોર્ડની સ્પર્ધામાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કેન્દ્ર સરકારના મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન સહિતના તમામ જાહેર સાહસો તથા રાજ્ય સરકારોના જાહેર સાહસોને આવરી લેવાય છે. પ્રથમવાર કોઇ રાજ્ય સરકારના જાહેર સાહસને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement