અમને મહિલાઓ પ્રત્યે સર્વોચ્ચ સન્માન : સુપ્રિમ કોર્ટ

08 March 2021 07:26 PM
India
  • અમને મહિલાઓ પ્રત્યે સર્વોચ્ચ સન્માન : સુપ્રિમ કોર્ટ

બળાત્કારના કેસોમાં કેટલાક અદાલતી નિરીક્ષણો અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.8
આજે મહિલા દિન નિમિતે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્નાએ સ્પષ્ટ કર્યુ હતું કે કેટલાક અદાલતી ચુકાદા છતાં અમે મહિલાઓ પ્રત્યે સર્વોચ્ચ સન્માન ધરાવીએ છીએ. અને બાર એસોસીએશન પણ અમારી જેવી જ લાગણી ધરાવે છે. 14 વર્ષની એક સગીરા પર બળાત્કારના કેસમાં તેને ગર્ભપાત કરાવવાના મુદે થઇ રહેલી સુનાવણી સમયે ન્યાયમૂર્તિએ આ મંતવ્ય વ્યકત કર્યુ હતું ખાસ કરીને હાલમાં સર્વોચ્ચ અદાલતે બળાત્કારના એક આરોપીને ભોગ બનનાર પીડિતા સાથે લગ્ન કરી લેવા અંગે પ્રશ્ર્ન પૂછયો હતો અને પીડિતાને ન્યાયને બદલે આ પ્રકારના પ્રશ્ર્નોથી મુશકેલીમાં મુકાતી હોવાનો સ્વતંત્રી નિરીક્ષણ થયું હતું અને ડાબેરી પક્ષના મહિલા નેતા બ્રિન્દ્રા કારતે આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખીને સુનાવણી કરાયેલ ન્યાયમૂર્ત્તિને આ પ્રકારના વિધાનો અયોગ્ય ગણાવ્યા હતા. જે બાદ સર્જાયેલા વિવાદમાં જસ્ટીસ બોપન્નાએ કહ્યું કે અમો મહિલાઓ પ્રત્યે સન્માન ધરાવીએ છીએ અને અમારો જયુડીશ્યલ રેકર્ડ પણ તે કહે છે ઉપરાંત બાર એસો. પણ અમારા જેવા જ મંતવ્યો ધરાવે છે.


Related News

Loading...
Advertisement