યોગી બાદ હવે વેંકૈયાનાયડુ પણ સંસદમાં પાર્ટી પ્રતીકના ઉપયોગ પર ખફા

08 March 2021 07:18 PM
India Politics
  • યોગી બાદ હવે વેંકૈયાનાયડુ પણ સંસદમાં પાર્ટી પ્રતીકના ઉપયોગ પર ખફા

નવી દિલ્હી તા.8
શું સંસદ કે વિધાનમંડળમાં પાર્ટીના પ્રતીક ચિહનનું પ્રદર્શન ઉચિત છે? આવનારા દિવસોમાં આ સવાલ ગંભીરતાથી ઉઠશે. કારણ કે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ બાદ હવે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ પણ સદનમાં પાર્ટીના પ્રતિક ચિહનો સામે વાંધો ઉઠાવ્યો હતો. નાયડુએ જણાવ્યું હતું કે સંસદમાં સભ્ય વિભિન્ન પ્રકારની પાઘડી કે અંગવસ્ત્રો પહેરીને આવે છે, ખરેખર તો સભ્યોએ પોતાની પાર્ટીના ચિહનોનો સદનમાં ઉપયોગ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે અગાઉ યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પણ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્યોને લાલ ટોપી પહેરીને આવેલા જોઈને મજાક ઉડાવી ટિકા કરી હતી.


Related News

Loading...
Advertisement