ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે મુખ્યમંત્રી રાવત અચાનક દિલ્હી પહોંચ્યા

08 March 2021 07:17 PM
India
  • ઉત્તરાખંડમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે મુખ્યમંત્રી રાવત અચાનક દિલ્હી પહોંચ્યા

મોવડી મંડળે મોકલેલા નિરીક્ષકોના રીપોર્ટ બાદ મુખ્યમંત્રીને તેડુ : રાજકીય ગરમી વધી

નવી દિલ્હી, તા. 8
ઉતરાખંડમાં ભાજપ આગામી સમયમાં નેતૃત્વ પરિવર્તન કરે તેવી શકયતા છે. રાજયમાં ર017ની ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદે ત્રિવેન્દ્રસિંહ રાવતને નિયુકત કરાયા હતા છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં જ જબરો વિવાદ અને અસંતોષ સર્જાયો હતો. અને મોવડી મંડળને ગઇકાલે જ પ્રદેશ પ્રભારી અને છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ તથા દુષ્યંતકુમારને તાત્કાલીક દહેરાદુન દોડાવવા પડયા હતા અને તેઓ પરત આવ્યા બાદ મુખ્યમંત્રી રાવતને દિલ્હીમાં સમન્સ કરાયા છે અને તેઓ ખાસ વિમાનમાં દિલ્હી પહોંચી રહ્યા છે. જોકે સતાવાર રીતે જાહેર કરાયું છે કે તેઓ સરકારના કામ માટે દિલ્હી ગયા છે પરંતુ આજે રાજયની ઉનાળા સમયના પાર્ટનરમાં મહિલા દિનના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાને બદલે દિલ્હી પહોંચીગયા છે. રાજયમાં નેતૃત્વ પરિવર્તન અંગે હજુ મોવડી મંડળ પણ અનિશ્ર્ચિત છે. ખાસ કરીને પાંચ રાજયોની ચૂંટણી યોજાઇ રહી છે તે જોતા હાલ પક્ષ આવો કોઇ નિર્ણય લઇ શકે કે કેમ તે પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement