દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ બહાર વિસ્ફોટ ઇરાને કરાવ્યાનો ખુલાસો

08 March 2021 07:02 PM
India
  • દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ બહાર વિસ્ફોટ ઇરાને કરાવ્યાનો ખુલાસો

નવી દિલ્હી, તા. 8
નવી દિલ્હી સ્થિત ઇઝરાઇલ દૂતાવાસ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટની સુરક્ષા એજન્સીએ હાથ ધરેલી તપાસમાં આ વિસ્ફોટ ઇરાને કરાવ્યાનો ખુલાસો થયો છે. ગત તા. 29મી જાન્યુઆરીનાં રોજ નવી દિલ્હી સ્થિત ઇઝરાઇલ દેશની કચેરી સામે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સમયે એક પત્ર મળ્યો હતો. જેમાં આ વિસ્ફોટ બે ઇરાની નાગરીકોની હત્યા માટે કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે આ વિસ્ફોટની તીવ્રતા ઓછી હતી સાથે લોકોને કોઇ નુકસાન પહોંચડવાનો ઇરાદો ન હતો.


Related News

Loading...
Advertisement