ઐતિહાસિક દાંડી-યાત્રાના દ્રશ્યો: તા.12ના રોજ જીવંત થશે: મોદી ખુદ યાત્રા સાથે ચાલી પ્રસ્થાન કરાવશે

08 March 2021 06:54 PM
Gujarat India
  • ઐતિહાસિક દાંડી-યાત્રાના દ્રશ્યો: તા.12ના રોજ જીવંત થશે: મોદી ખુદ યાત્રા સાથે ચાલી પ્રસ્થાન કરાવશે

આઝાદી કા અમૃત મહોત્સવ: 75 વર્ષની ઉજવણીનો પ્રારંભ થશે : સાબરમતી આશ્રમ નજીક ‘અક્ષર ઘાટ’ ખાતે કાર્યક્રમ: કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત યાત્રાના સહભાગીના કુટુંબીજનો હાજર રહેશે

રાજકોટ:
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ તા.12 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને તેનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.

વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવી શકે છે. આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી તેના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ. વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈની જે સમાધી ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મૂળ દાંડીયાત્રામાં જેઓએ ભાગ લીધો હતો.

તેમના કુટુંબીજનોને ખાસ હાજરી આપવા જણાવશે. શ્રી મોદી આ યાત્રામાં થોડો સમય સાથે ચાલશે ત્યારે તેમાં કેન્દ્રીય મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે. આ માટેની તૈયારીઓ શરુ થઈ છે. શ્રી મોદી હાલમાં જ કેવડીયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. આ માસમાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ કમીટીની રચના
બે સાંસદ નરહરી અમીન- કિરીટ સોલંકીનો સમાવેશ
અમદાવાદ: દેશની આઝાદી અને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય લીધો છે જે માટે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણક્ષના અધ્યક્ષસ્થાને એક કમીટીની રચના કરવામાં આવી છે.

જેમાં રાજયસભાના સાંસદ શ્રી નરહરી અમીન, સાંસદ શ્રી કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો, ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પો.ના તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પો.ના અધિકારીઓને સામેલ કરાયા છે. મુખ્ય ગણતંત્ર કમીટી ઉપરાંત રાજયના મુખ્ય સચિવના અધ્યક્ષતામાં એકઝીકયુટીવ કાઉન્સીલ અને અમદાવાદ મ્યુ. કમિશ્ર્નરની અધ્યક્ષતામાં એક અમલીકરણ સમીતીની પણ રચના થઈ ચે.


Related News

Loading...
Advertisement