વુમન્સ-ડે પર મોદીનું ઓનલાઈન ‘ચૂંટણી’ શોપિંગ: ચાર રાજ્યોની મહિલાઓ પાસેથી મંગાવ્યો સામાન !

08 March 2021 05:56 PM
India
  • વુમન્સ-ડે પર મોદીનું ઓનલાઈન ‘ચૂંટણી’ શોપિંગ: ચાર રાજ્યોની મહિલાઓ પાસેથી મંગાવ્યો સામાન !

તામીલનાડુથી મોદીએ શાલનો ઓર્ડર આપતાં મિનિટોમાં જ થઈ ગઈ આઉટ ઓફ સ્ટોક: બંગાળ, આસામ અને કેરળથી પણ સામાનનો ઓનલાઈન ઓર્ડર આપ્યો

નવીદિલ્હી, તા.8
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાને ‘નારીશક્તિ’ને સલામ કરી છે. તેમણે કહ્યું કેમ હિલાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે ટવીટમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણે મહિલાઓ વચ્ચે એન્ટરપ્રેન્યોરશિપને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. મોદીએ કહ્યું કે તેમણે આ પ્રસંગે મહિલાઓ પાસેથી અનેક ઉત્પાદનોની ખરીદી કરી છે. તેમણે આ ઉત્પાદનોની લીન્ક પણ શેયર કરી છે જે તેમણે ઓનલાઈન ઓર્ડર કર્યા છે. મોદીએ કેરળ, પશ્ર્ચિમ બંગાળ, આસામ, તામીલનાડુ, નાગાલેન્ડ સહિત અનેક રાજ્યોની મહિલાઓ પાસેથી કંઈને કંઈ ખરીદયું છે. ધ્યાન આપનારી વાત એ છે કે ચાર રાજ્ય એવા છે જ્યાં થોડા દિવસ બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં મોદીએ શોપિંગમાં પણ ચૂંટણી રાજ્યોનો ખ્યાલ રાખ્યો છે

તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. મોદીએ તામીલનાડુની ટોડા જનજાતિના કલાકારો દ્વારા બનાવાયેલી શાલ મંગાવી છે. અંદાજે ત્રણ હજાર રૂપિયાની આ શાલ મોદીએ ઓર્ડર કર્યા બાદ હવે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે.વડાપ્રધાને નગાલેન્ડની પરંપરાગત શાલનો પણ ઓર્ડર આપ્યો છે. તેમણે કહ્યું ભારતને નગા સંસ્કૃતિ ઉપર ગર્વ છે. તેમણે પશ્ચિમ બંગાળની આદિવાસી જનજાતિ દ્વારા બનાવવામાં આવેલું શણનું ફાઈલ ફોલ્ડર પણ મગાવ્યું છે અને તેનો પ્રયોગ પણ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ પણ મોદીએ ઓર્ડર આપ્યા બાદ આઉટ ઓફ સ્ટોક થઈ જવા પામી હતી. જ્યારે આસામના સેલ્ફ હેલ્પ ગ્રુપ પાસેથી ગમછો અને કેરળની મહિલાઓ પાસેથી નિલવિલક્કુ નામનો સામાન મંગાવ્યો છે.


Related News

Loading...
Advertisement