હેપ્પી વુમન્સ ડે: કેપ્ટન કોહલીએ વાઈફ અનુષ્કા અને પુત્રી વામિકાનો ફોટો શેર કર્યો

08 March 2021 05:46 PM
Entertainment
  • હેપ્પી વુમન્સ ડે: કેપ્ટન કોહલીએ વાઈફ અનુષ્કા અને પુત્રી વામિકાનો ફોટો શેર કર્યો

અમદાવાદ તા.8
આજે વિશ્વ મહિલા દિને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વિરાટ કોહલીએ તેમની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકાનો ફોટો શેર કરી વિશ્ર્વની તમામ મહિલાઓને મહિલા દિનની શુભેચ્છા પાઠવી છે. વિરાટ કોહલીએ ફોટો શેર કરવા સાથે લખ્યું છે કે મારા જીવનની ખૂબ જ ઉગ્ર કરુણાશીલ અને મજબૂત મહિલાને હેપ્પી વુમન્સ ડે. અગાઉ પણ 11 જાન્યુઆરીનાં રોજ બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં દીકરીને જન્મ આપનાર અનુષ્કાએ તેમની દીકરી સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે અમે પ્રેમ કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યા છીએ. પરંતુ નાનકડી વામિકાએ અમારુ જીવન જ બદલી નાખ્યુ છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશિર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઉંઘ તો હવે આવતી નથી પરંતુ અમારુ હૃદય એકદમ ભરેલુ છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝીટીવ એનર્જી માટે તમામનો આભાર.


Related News

Loading...
Advertisement