નવી દિલ્હી તા.8
સરકારી વિમાન કંપની એર ઈન્ડીયાને ખરીદવાની દોડમાં હવે માત્ર ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટના જ નામ બચ્યા છે, બાકી બોલીઓને ફગાવી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકસપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ)ના સ્તરે અનેક બોલીઓ મળી હતી. મૂલ્યાંકન બાદ તેમાંથી મોટાભાગની ફગાવી દેવામાં આવી હતી.દીપમના સચિવ તુહિન કાંતા પાંડેએ હાલમાં જણાવ્યું હતું કે એર ઈન્ડીયામાં રણનીતિક વિનિવેશ માટે અનેક ઈઓઆઈ મળ્યા છે. પાત્રતા તેમજ અન્ય ધોરણોને પારખ્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવશે. એર ઈન્ડિયાના 209 કર્મચારીઓના એક સમૂહે પણ બોલી લગાવી હતી. ડનલોપ અને ફાલ્કન ટાયર્સના એસ્સાર અને પવન રૂઈયાએ પણ એર ઈન્ડિયા માટે બોલી લગાવી હતી.