દેશી ગર્લ સોનાક્ષી સિંહા ઓટીટી પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ

08 March 2021 04:30 PM
Entertainment
  • દેશી ગર્લ સોનાક્ષી સિંહા ઓટીટી પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ

એમેઝોન પ્રાઈમ વીડિયોની સીરીઝમાં પોલીસ અધિકારીના રોલમાં ચમકશે

મુંબઈ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારી સશક્તિકરણની ઉજવણી નિમિતે એમેઝોન પ્રાઈમ વિડીયો તેની આગામી વેબસીરીઝની જાહેરાત કરશે. આ સીરીઝથી બોલીવુડની દેશી ગર્લ સોનાક્ષીસિંહા ડેબ્યુ કરશે. આ સીરીઝનું ટાઈટલ હજુ જાહેર નથી થયું, આ સીરીઝમાં સોનાક્ષી એક પોલીસ અધિકારીની ભૂમિકામાં ચમકી રહી છે.આ સીરીઝમાં સોનાક્ષી ઉપરાંત વિજય વર્મા, ગુલશન દેવૈહા, સોહમ શાહ પણ ચમકી રહ્યા છે.આ સીરીઝનું નિર્માણ રિતેષ સિંધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર તેમજ રિમા કણતી (ટાઈગર બોય ફેમ) કરી રહ્યા છે. સીરીઝનું નિર્દેશન રીમા કાગતી ઉપરાંત રુચિકા ઓબેરોય કરી રહ્યા છે.ડાયરેકટર રિમા કાગતી જણાવે છે કે સોનાક્ષી એક એવી એકટ્રેસ છે જે દરેક પ્રકારની ભૂમિકામાં ફીટ બેસે છે. તે આ સીરીઝમાં એક કડક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે અને આ ભૂમિકા તેના માટે એક પડકાર છે. મને એ બાબતનો આનંદ છે કે એમેઝોન પ્રાઈમ વિડીયોના આ શોથી હું ખરા અર્થમાં વિશ્ર્વના ઓડીયન્સ સાથે જોડાઈશ. આ અનટાઈટલ સીરીઝનું નિર્માણ એકસેલ મીડીયા અને એન્ટરટેઈનમેન્ટ કરશે.


Related News

Loading...
Advertisement