તાપસી બાદ હવે અનુરાગ કશ્યપે મૌન તોડયુ-હમ ‘દોબારા’આ ગયે!

08 March 2021 04:28 PM
Entertainment
  • તાપસી બાદ હવે અનુરાગ કશ્યપે મૌન તોડયુ-હમ ‘દોબારા’આ ગયે!

‘દો બારા’ના સેટ પરથી ફોટો શેર કરી કશ્યપે ટિકાકારોને જવાબ આપ્યો

મુંબઈ:
બોલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્પય, એકટ્રેસ તાપસી પન્નુ તેમજ તેમના ભાગીદારોનાં ઘરો અને ઓફીસોમાં ગત બુધવારે પડેલા આઈટી દરોડા મામલે તાપસી પન્નુએ મૌન તોડયા બાદ હવે અનુરાગ કશ્યપે પણ ચુપ્પી તોડી પોતાના હેટર્સને જવાબ આપ્યો છે.અનુરાગે તાપસી પન્નુ સાથેની એક તસ્વીર શેર કરી છે.અનુરાગે તસ્વીર શેર કરીને લખ્યુ છે. ‘હમ દોબારા આ ગયે!’અમાના હેટર્સને અમારા તરફથી ખુબ ખુબ પ્રેમ. અનુરાગે આ રીતે પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે. તેમના દ્વારા શેર કરાયેલા ફોટામાં જોઈ શકાય છે કે અનુરાગ હસતા હસતા તાપસીનાં ખોળામાં બેઠા છે અને બન્ને વી અર્થાત વિકારીની સાઈન બતાવતા નજરે પડે છે. અનુરાગની આ પોસ્ટ પર જોરદાર રિએકશન આવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement