રાહુલ ગાંધી એકશનમાં: આજે યુવા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક

08 March 2021 02:08 PM
India Politics
  • રાહુલ ગાંધી એકશનમાં: આજે યુવા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક

નવી દિલ્હી તા.8
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી એકશનમાં આવી ગયા છે અને તેઓ આજે યુવા કોંગ્રેસના પદાધિકારીઓને સંબોધન કરશે જેમાં આગામી સમયમાં જે પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે તે અંગે પણ ચર્ચા થશે તેવા સંકેત છે. શ્રી ગાંધી આજે લોકસભામાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસના આ યુવા પદાધિકારીઓને મળશે. 2019માં પરાજય બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી આ રીતે યુવા કોંગ્રેસના પદાધિકારીઓને મળી રહ્યા છે અને ચૂંટણી અંગે પણ તેઓનો આ પ્રથમ પક્ષીય સંવાદ છે.


Related News

Loading...
Advertisement