મહાપાલિકાઓની ચૂંટણી થઇ એ રાજકોટ, જામનગર, ભાવનગરમાં વકરતો કોરોના

08 March 2021 11:29 AM
Rajkot Saurashtra
  • મહાપાલિકાઓની ચૂંટણી થઇ એ રાજકોટ,
જામનગર, ભાવનગરમાં વકરતો કોરોના

રાજકોટ જિલ્લામાં નવા 71 કેસ : અન્યત્ર પણ કેસ બે આંકડામાં આવી ગયા : કુલ 120 નવા દર્દી

રાજકોટ તા.8
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીન રસીકરણની કામગીરીમાં સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝીટીવ કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. જેમાં રાજકોટ જિલ્લો મોખરે છે. કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબુદ થયો નથી. કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થવા છતાં તંત્ર તરફથી જરૂરી પગલા લેવામાં આવતા નથી. બીજી તરફ સમુહમાં એકઠા થતો જનસમુદાય સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરે છે. પરિણામે સંક્રમણ વધી રહ્યું છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં પ8 શહેર 13 ગ્રામ્ય કુલ 71, ભાવનગર 15 શહેર 1 ગ્રામ્ય કુલ 16, જામનગર 8 શહેર ગ્રામ્ય પ કુલ 13, જૂનાગઢ પ શહેર, 3 ગ્રામ્ય કુલ 8, ગીર સોમનાથ 4, દ્વારકા, મોરબી, પોરબંદર-2-2, અમરેલી સુરેન્દ્રનગર 1-1 સહિત 120 પોઝીટીવ કેસ નોંધાયા હતા.


જયારે રાજકોટ 72, ભાવનગર 6, જામનગર 8, જૂનાગઢ પ, જામનગર 8, જૂનાગઢ પ, મોરબી-બોટાદ 2-2, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર 1-1 સહિત 98 દર્દીઓ સ્વસ્થ થયા છે. કચ્છમાં નવા 10 પોઝીટીવ કેસ સામે 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં બે દર્દીઓના મોત થયા છે. રાજયમાં નવા 575 દર્દીઓ સામે 459 દર્દીઓ સ્વસ્થ થતા રાજયનો રીકવરી રેટ 97.24 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. ગત ફેબ્રુઆરી માસમાં કોરોના કેસમાં ઘટાડા બાદ ફરી માર્ચના પ્રથમ સપ્તાહથી કેસની સંખ્યા વધવા લાગી છે. વેકસીન રસીકરણ સાથે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા હજુ સંક્રમણ યથાવત રહ્યું છે.રાજકોટ જિલ્લામાં 58 શહેર 13 ગ્રામ્ય સહિત નવા 71 કેસ નોંધાયા છે. જેની સામે 72 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લાનો કુલ આંક 23582 નોંધાયો છે. હજુ 400 દર્દીઓ સારવાર હેઠળ છે. 2500 બેડમાંથી 1880 બેડ ખાલી પડયા છે. રાજકોટ જિલ્લામાં બે દર્દીઓના મોત નોંધાયા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા નવા 16 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,240 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 12 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 15 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 6 કેસ મળી કુલ 6 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 6,240 કેસ પૈકી હાલ 47 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે દ્વારકા તાલુકામાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. આ સિવાય ગઇકાલે રવિવારે એકપણ નવો દર્દી સમગ્ર જિલ્લામાં નોંધાયો નથી. જયારે બે દિવસ દરમિયાન એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. જિલ્લામાં કોરોનાના 20 એકટીવ દર્દીઓ સાથે કુલ મૃત્યુઆંક 85નો રહ્યો છે.


Related News

Loading...
Advertisement