લોકોમાં, સમર્થકોમાં આગવો જોશ ઉભો કરે છે ચૂંટણી નારા

08 March 2021 11:05 AM
India Politics
  • લોકોમાં, સમર્થકોમાં આગવો જોશ ઉભો કરે છે ચૂંટણી નારા

દરરોજ નવા નારા, સૂત્રો તૈયાર કરે છે રાજકીય પક્ષો : બંગાળમાં ભાજપ અને તૃણમુલ પક્ષો વચ્ચે ચાલી રહી છે નારાની બેંતબાજી! મમતાની ‘ખેલા હોબે દેખા હોબે ખેતા હોબે’ નારા સામે ભાજપનો પલટવાર- હવે ખેલ ખેલાશે!: અન્ય રાજયોમાં પણ નારેબાજી!

નવી દિલ્હી તા.8
ચૂંટણીમાં નારાનું ખૂબ જ મહત્વ હોય છે. ચૂંટણીના નારા જયાં સમર્થકોમાં જોશ ભરે છે, ત્યાં મુદ્દાને સ્થાપિત કરવામાં પણ મદદ કરે છે. પાંચ રાજયો માટે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરુ થઈ ચૂકયો છે. આ પરિસ્થિતિમાં બધા રાજનીતિક પક્ષો એકબીજાથી આગળ વધવા માટે રસપ્રદ ચૂંટણી દ્વારા બનાવતા રહે છે. કોઈ નારો નબળો પડે છે તે નવો નારો આપવામાં વાર નથી લગાડતા. સૌથી રસપ્રદ મુકાબલો બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપમાં છે. કોંગ્રેસ અને વામ મોરચા પણ ઈન્ડીયન સેકયુલર ફ્રન્ટ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે પણ નારા આપવા અને તેના દ્વારા પલટવાર કરવાની હોડ તૃણમુલ અને ભાજપ વચ્ચે છે.


પશ્ચિમ બંગાળ
‘ખેલા હોબે, દેખા હોબે,જેતા હોબે’ નો નારો
તૃણમુલ સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરેક સીટ પર ઉમેદવારોનું એલાન કરતા ‘ખેલા હોબે, દેખા હોબે, જેતા હોબે’નો નારો આપ્યો હતો, તેનો અર્થ થાય છે ખેલશું, જોઈશું, જીતશું થાય છે. આ ભાજપને સીધો પડકાર છે. ખરેખર તો ‘ખેલા હોબે’ નો નારો તૃણમુલે આપ્યો હતો. ભાજપે તેનો જવાબ આપતા કહેલું- હવે ખેલ શરૂ થશે.
બેટી ચાહિએ, બુઆ નહીં: તૃણમુલે મમતા સાથે નિજેર મયકે ચાઈ’ અર્થાત ‘બંગાળને જોએ પોતાની દીકરી’નો નારો લગાવ્યો હતો. તેના જવાબમાં ભાજપે બાંગ્લા તાર મેયેકેઈ આય, પિશી નાઈ.’ અર્થાત બંગાળને પોતાની દીકરી જોઈએ, બુઆ (ફઈ) નહીં નારાથી પલટવાર કર્યો હતો. પાર્ટીએ પોતાની મહિલા નેતાઓનું પોસ્ટર પણ જાહેર કર્યું હતું. જવાબમાં મમતાએ ખેલેંગે, દેખેંગે અને જીતેંગે’ નો નારો આપ્યો હતો.


કેરલ
ઉરટપનું એલડીએફ
દક્ષિણિ રાજયોમાં ચૂંટણી નારા બહુ આક્રમક નથી હોતા પણ તે પાર્ટીનો એજેન્ડા અને તેના મુદાને લોકો વચ્ચે પહોંચાડવામાં કાંઈ કસર નથી છોડતા. કેરળમાં સતારૂઢ એલડીએફે ઉરટપનું એલડીએફ અર્થાત ‘નિશ્ચિતરૂપે એલડીએફ’નો નારો આપ્યો છે. જયારે યુડીએફ ‘નાડુ નાનાકન યુડીએફ’ અર્થાત રાજયને બહેતર બનાવવા માટે યુડીએફ’ ના નારા સાથે મેદાનમાં ઉતરી.


તમિલનાડુ
હમ જો કહતે હૈ, વો કરતે હૈ
તામિલનાડુમાં અન્નાદ્રમુક ‘હમ જો કહતે હૈ, વાહે કરતે હૈ’ નારા સાથે ચૂંટણી લડી રહી છે. તેના દ્વારા પાર્ટીઓએ જણાવવાની કોશીશ કરી છે કે ગત ચૂંટણીમાં એ જણાવવાની કોશીશ કરી છે કે ગત ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા તે પુરા કર્યા. દ્રમુકના નારાનું જોર ગરીબ લોકો પર વધુ હોય છે.


આસામ
આસામ બચાઓ
સતારૂઢ ભાજપ ‘સબકા સાથ સબકા વિકાસ’ નારા સાથે ચૂંટણી લડી રહી છે, જયારે કોંગ્રેસની આગેવાની વાળા ગઠબંધને ‘આસામ બચાવો’ નારો આપ્યો છે. કોંગ્રેસ અને બીજા દળો ગમછાને પણ ચુનાવી સંદેશ તરીકે પ્રયોગ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement