રાજકોટઃ
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ૫૦૦થી વધુ નવા કેસો નોંધાયા નોંધાયા છે. સંક્રમણ વધતા એક્ટિવ કેસ વધીને ૩૧૪૦ થયા છે. તો રિકવરી રેટ ઘટીને ૯૭.૨૪ ટકા થયો છે. કુલ સંક્રમિતની સંખ્યા પણ વધીને ૨.૭૩ લાખને પાર થઈ ગઈ છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૫૭૫ કેસો નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે, જ્યારે ૪૫૯ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૫,૮૩૧ થઈ ગઈ છે. હાલ કુલ ૪૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૩૦૯૪ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૧૫ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૩,૩૮૬ થયો છે
રાજ્યમાં બોટાદ, અને ડાંગ એમ કુલ ૨ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ ૧૩૧, સુરત ૧૪૫, વડોદરા ૮૨, રાજકોટ ૭૧, ભાવનગર ૧૬, આણંદ ૧૪, જામનગર - ગાંધીનગર ૧૩, મહેસાણા ૧૧, કચ્છ ૧૦, ખેડા ૯, દાહોદ - સાબરકાંઠા - જૂનાગઢ ૮, ભરૂચ ૫, ગીર સોમનાથ - પંચમહાલ ૪, મહિસાગર - પાટણ ૩, અરવલ્લી - દેવભૂમિ દ્વારકા - મોરબી - પોરબંદર - તાપી ૨, અમરેલી બનાસકાંઠા - છોટા ઉદેપુર - નર્મદા - નવસારી - સુરેન્દ્રનગર - વલસાડ ૧.