વડોદરામાં બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો, 10 નબીરા અને માલેતુજાર પરિવારોની 13 યુવતીઓ ઝડપાઈ

07 March 2021 07:55 PM
Vadodara Crime Gujarat
  • વડોદરામાં બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો, 10 નબીરા અને માલેતુજાર પરિવારોની 13 યુવતીઓ ઝડપાઈ

● લક્ષ્મીપુરા પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો, યુવતીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલ્યા, રિપોર્ટ બાદ યુવતીઓ સામે પણ ફરિયાદ નોંધાઈ શકે ● દારૂની 5 બોટલ અને 4 લક્ઝુરીયસ કાર મળી ₹27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

વડોદરા:
વડોદરાના ગોત્રી વિસ્તારમાં, ન્યૂ અલકાપુરીમાં આવેલા નેપ્ચ્યુન ગ્રીનવુડ્સ બંગલોઝના મકાન નં-5માંથી બર્થ ડે પાર્ટી વખતે દારૂની મહેફિલ માણતા 10 જેટલા યુવકો અને માલેતુજાર પરિવારોની 13 યુવતીઓને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા તમામ આરોપી કોલેજના વિદ્યાર્થીઓ છે. સ્થળ પરથી ટકીલા અને વોડકા સહિતના મોંઘી વિદેશી દારૂની બ્રાન્ડની 5 બોટલો મળી આવી છે. જેમાં એક આખી, અને એક બોટલ અડધી ભરેલી હતી, જ્યારે 3 બોટલો ખાલી મળી આવી છે. સાથે કોલ્ડ્રિંક્સ પણ મળી છે. ઉપરાંત 10 મોબાઈલ અને 4 લક્ઝુરીયસ કાર મળી કુલ ₹27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીમાં સામેલ રાજ હિતેશભાઇ ચગ(પંજાબી)ની બર્થ ડે પાર્ટી હોવાની વિગત મળી છે. લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડ્યો ત્યારે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશામાં ચૂર હતા.

વડોદરાના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યા મુજબ પાર્ટીમાં હાજર 13 યુવતીઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરે છે. 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે 13 યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ તપાસમાં મોકલાયા છે. રિપોર્ટમાં જણાશે કે યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યું છે તો, તેમની સામે પણ ફરિયાદ નોંધાશે.

● મહેફિલમાં માણતા ઝડપાયેલા આરોપી યુવકો

રાજ હિતેશભાઇ ચગ (રહે, નેપ્ચ્યુન ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી, ગોત્રી, વડોદરા), શાલિન વિશાલભાઇ શર્મા (રહે, સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા-ભાયલી રોડ, વડોદરા), માલવેગ કેતનભાઇ પ્રજાપતિ (રહે, વ્રજનંદન ફ્લેટ, ગોત્રી, વડોદરા), વાત્સલ્ય પંકજભાઇ શાહ (રહે, અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ, વડોદરા), રોહિત વિષ્ણુભાઇ પટેલ (રહે, 20, ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા, વડોદરા), ધ્રુવિલ કેતનભાઇ પરમાર (રહે, સાંકેત એપાર્ટમેન્ટ, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા), આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (રહે, 11, નિર્મલનગર સોસાયટી, અકોટા, વડોદરા), વ્રજ સચિનભાઇ શેઠ (રહે, 41, શ્રીનગર સોસાયટી, અકોટા, વડોદરા), મારુક સાદ્દીકઅલી પાદરી, (રહે, આંગન બંગ્લોઝ, તાંદલજા, વડોદરા), વરૂણ ગૌતમભાઇ અમીન (રહે, 53, સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ, વડોદરા)

Related News

Loading...
Advertisement