ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ માઁ અંબાના કર્યા દર્શન કરી શીશ ઝુકાવ્યું : યાત્રાળુઓની સુવિધા માટે હેલિપેડ બનાવવા જાહેરાત

07 March 2021 11:54 AM
Government Gujarat
  • ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ માઁ અંબાના કર્યા દર્શન કરી શીશ ઝુકાવ્યું : યાત્રાળુઓની સુવિધા માટે હેલિપેડ બનાવવા જાહેરાત

મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા, મંગળા આરતીનો લાભ લઇ પૂજન-અર્ચન કર્યું

રાજકોટઃ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ભાજપે ભવ્ય જીત મેળવી ત્યારે આજે સવારે મુખ્યમંત્રી રૂપાણી તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે આદ્યશકિત પીઠધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા અહીં માતાજીના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. મંગળા આરતીમાં ભાગ લઈ પૂજન - અર્ચન કર્યું હતું, સાથે અહીં યાત્રાળુઓની સુવિધા માટે હેલિપેડ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

તાજેતરમાં યોજાયેલી 6 મહાનગર પાલિકા અને તે બાદમાં આવેલી પાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જેમાં 6 મનપા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 196 તાલુકા પંચાયતો, 75 નગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે આ ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસનો જાકારો આપ્યો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જ મુખ્યમંત્રી કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમને પ્રચારથી અળગા રહેવું પડ્યું હતું. જો કે હવે સ્વસ્થ થયા બાદ તેમણે અંબાજી પહોંચી માતાજીના આશીર્વાદ લીધા છે.

રાજ્યના વિવિધ યાત્રાધામો, શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી, સોમનાથ, પાલીતાણા, દ્વારકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. અંબાજીમાં આદ્યશકિત મા ના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતુ. વિજયભાઈ રૂપાણીએ અંબાજીનો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ સુદ્રઢ બનાવવા ની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવાનું પણ આયોજન કર્યું છે.

મુખ્યમંત્રી તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે, ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ મા અંબાજી સમક્ષ શ્રધ્ધાપૂર્વક કરી હતી.

Related News

Loading...
Advertisement