સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ જતા આર્મીના હેલિકોપ્ટરમાં ઓઈલ લીકેજ થતા નડિયાદ નજીક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિગ

06 March 2021 09:52 PM
Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ જતા આર્મીના હેલિકોપ્ટરમાં ઓઈલ લીકેજ થતા નડિયાદ નજીક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિગ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ જતા આર્મીના હેલિકોપ્ટરમાં ઓઈલ લીકેજ થતા નડિયાદ નજીક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિગ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ જતા આર્મીના હેલિકોપ્ટરમાં ઓઈલ લીકેજ થતા નડિયાદ નજીક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિગ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ જતા આર્મીના હેલિકોપ્ટરમાં ઓઈલ લીકેજ થતા નડિયાદ નજીક ખેતરમાં ઇમરજન્સી લેન્ડિગ

● પાયલોટની સમય સૂચકતાથી મોટી ઘટના સહેજમાં ટળી : હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઇ જવાયા ● ખેતરમાં આર્મીનું હેલિકોપ્ટર જોઈ લોકોના ટોળા ઉમટ્યા, પોલીસે દોડી જઈ રોડ પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો

રાજકોટઃ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આર્મીની ત્રણ વિંગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વની ત્રિદીવસીય કોન્ફરન્સ યોજાઈ. જેમાં ભાગ લઇને પરત ફરતી વેળાએ આર્મીના હેલિકોપ્ટરમાં ઓઇલ લીકેજ થતા નડિયાદ નજીક રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઇ જવાયા હતા.

વિસ્તૃત વિગત મુજબ ખેડા જિલ્લાના નડિયાદ પાસેના વિણા ગામ નજીક આજે શનિવારે સાંજે એક હેલિકોપ્ટરે ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ભારે કુતુહલતા સર્જાઈ હતી. હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જેના પગલે લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા, આ કારણે રોડ પર પણ ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. આર્મીનું હેલીકોપ્ટર નંબર IA 1105 ઇન્ડીયન આલ્ફા ALHMK-1 કેવડીયાથી વડોદરા આવ્યું હતું ત્યારબાદ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યું હતું. જેમાં આર્મી લેફટનન્ટ જનરલ, એઓસી ઓફીસર, કર્નલ, પાયલોટ-2, ટેકનીશીયન એમ 6 અધિકારી તથા સ્ટાફ હેલીકોપ્ટરમાં હતા. દરમિયાન​​​​​​​ નડિયાદના વીણા ગામની સીમમાં હેલીકોપ્ટરમાંથી હાઇડ્રોલીક ઓઇલ લીકેજ થતાં ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડતા રોડ પાસેના ખુલ્લા ખેતરમાં હેલીકોપ્ટર સફળતા પૂર્વક લેન્ડ થયું હતું. પાયલોટની સમય સુચકતાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી અને કોઇ જાનહાની થઈ નથી.

હેલિકોપ્ટરે એકાએક ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ધુળની ડમરીઓ ઉડવા લાગતા આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. નડિયાદ-મહુધા રોડ પર લોકો વાહન પાર્ક કરી હેલિકોપ્ટર જોવા ઉભા રહી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. નડિયાદ રૂરલ પોલીસે સ્થળ ઉપર દોડી જઈ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. હેલીકોપ્ટરની સુરક્ષા માટે તથા લોકોના ટોળા ભેગા ન થાય એ માટે તાત્કાલીક પોલીસ અધિકારી - કર્મચારીઓનો હથિયારધારી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તેમજ ડી.વાય.એસ.પી. કક્ષાના અધિકારીને સુપરવિઝનમાં રાખવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement