રાજકોટ, તા.૬
ગુજરાતમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. આજે સતત બીજા દિવસે ૫૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૪૦૦થી વધુ દર્દીઓ સાજા થયા છે. એક્ટિવ કેસો વધીને ૩૦૨૫ થઈ ગયા છે. તેમજ કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૭૨ લાખને પાર થઈ ગઈ છે. રિકવરી રેટ ઘટીને ૯૭.૨૭ થયો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૫૭૧ કેસો નોંધાયા છે. એક દર્દીનું મોત થયું છે. જ્યારે ૪૦૩ દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૫,૩૭૨ થઈ ગઈ છે. હાલ કુલ ૪૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૨૯૮૦ દર્દીઓ સ્ટેબલ છે, રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૧૪ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૨,૮૧૧ થયો છે.
રાજ્યમાં પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ ૩ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી.
● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
અમદાવાદ ૧૨૪, સુરત ૧૩૪, વડોદરા ૧૧૭, રાજકોટ ૫૮, કચ્છ - જામનગર - ગાંધીનગર ૧૨, આણંદ ૧૧, ભાવનગર ૧૦, મહેસાણા - જૂનાગઢ ૯, સાબરકાંઠા ૮, ગીર સોમનાથ - મહીસાગર ૭, ખેડા ૬, નર્મદા - પંચમહાલ ૫, અરવલ્લી - દાહોદ ૪, બનાસકાંઠા - ભરૂચ ૩, દેવભૂમિ દ્વારકા - મોરબી ૨, અમરેલી - બોટાદ - છોટાઉદેપુર - ડાંગ - નવસારી - પાટણ - તાપી ૧.