બાબરમાં ત્રણ સગા ભાઈઓએ વાડીમાં અફીણની ખેતી શરૂ કરી, પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા

06 March 2021 07:57 PM
Amreli Crime Saurashtra
  • બાબરમાં ત્રણ સગા ભાઈઓએ વાડીમાં અફીણની ખેતી શરૂ કરી, પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા
  • બાબરમાં ત્રણ સગા ભાઈઓએ વાડીમાં અફીણની ખેતી શરૂ કરી, પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા
  • બાબરમાં ત્રણ સગા ભાઈઓએ વાડીમાં અફીણની ખેતી શરૂ કરી, પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા
  • બાબરમાં ત્રણ સગા ભાઈઓએ વાડીમાં અફીણની ખેતી શરૂ કરી, પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા

● શિવરાણીયામાં આવેલી વાડીમાં વિઠ્ઠલભાઇ કાનજીભાઇ તલવાડીયા તેના ભાઈ રામજીભાઇ અને પરસોત્તમભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી અફીણની ખેતી કરતા હોવાનો ખુલાસો ● ત્રણેય ભાઈઓની અમરેલી પોલીસે ધરપકડ કરી, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌપ્રથમ વખત અફીણનો આટલો મોટો જથ્થો ઝડપાયો : SP નિર્લિપ્ત રાયની આગેવાનીમાં અમરેલી પોલીસને મોટી સફળતા મળી : ASP અભય સોની

રાજકોટઃ
અમરેલી જિલ્લાના બાબરા નજીક આવેલા શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલી ત્રણ અલગ અલગ વાડીઓમાં ત્રણ સગા ભાઈઓએ અફીણની ખેતી કરતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી ₹૩૨.૪૪ લાખના ૩૨૪ કિલો ડોડવા ઝડપી લીધા છે. વાડીમાં વિઠ્ઠલભાઇ કાનજીભાઇ તલવાડીયા તેના ભાઈ રામજીભાઇ અને પરસોત્તમભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી અફીણની ખેતી કરતા હોવાનો ખુલાસો થયો છે. ત્રણેય ભાઈઓની અમરેલી પોલીસે ધરપકડ કરી, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌપ્રથમ વખત અફીણનો આટલો મોટો જથ્થો ઝડપાયો છે. SP નિર્લિપ્ત રાયની આગેવાનીમાં અમરેલી પોલીસને મોટી સફળતા મળી તેમ ASP અભય સોનીએ જણાવ્યું હતું.

શિરવાણીયાના રહેવાસી વિઠ્ઠલભાઇ કાનજીભાઇ તલવાડીયા(ઉ.વ .૫૮)ની વાડીમાંથી ૨૬૦.૯૮ કિ.ગ્રા. વજનના અફીણના છોડના ડોડવા જેની કિંમત રૂ.૨૬,૦૯,૮૦૦ અને રામજીભાઇ કાનજીભાઇ તલવાડીયા(ઉ.વ .૬૫)ની વાડીમાં વાવેતર કરેલ અફીણના છોડના ડોડવા ૨૩.૬૦ કિ.ગ્રા જેની કિંમત ૨,૩૬,૦૦૦, તેમજ પરસોત્તમભાઈ કાનજીભાઇ તલવાડીયા(ઉ.વ .૪૯) ની વાડીમાંથી અફીણના લીલા, અર્ધ લીલા ડોડવા ૩૯.૨૬૧ કિ.ગ્રા જેની કિંમત કિં.રૂ.૩,૯૨,૬૧૦ તથા તૈયાર ૫૮ ગ્રામ અફીણ જેની કિંમત રૂ..૫૦૦૦ આ તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિગતે ત્રણેય વાડીઓ મળી કુલ ૧૭૪૭ ચો.મી. (આશરે સવા વિઘા) ખેતીની જમીનમાંથી કુલ કિં.રૂ .૩૨,૪૪,૨૧૦નો અફીણનો મુદામાલ જપ્ત કરી ત્રણેય ભાઈઓ સામે એન.ડી. પી.એસ. એક્ટની કલમ ૧૦ ( બી ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને અમરેલી ડિવિઝનના એ.એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ મથકના પીઆઇ ડી.વી.પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement