ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબીયત લથડી, એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવાયા

06 March 2021 07:01 PM
India
  • ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબીયત લથડી, એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવાયા
  • ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબીયત લથડી, એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવાયા
  • ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબીયત લથડી, એર એમ્બ્યુલન્સથી મુંબઇ લઇ જવાયા

ભોપાલના સાંસદને શ્વાસમાં તકલીફ પડતી હતી, હાલ સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે

ભોપાલ : ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબીયત લથડતા તેમને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ લઈ જવાયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હાલ ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે અને તેમને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું તેવું સાંસદની ઓફિસે જણાવ્યું હતું.


સાંસદના સ્ટાફે જણાવ્યુ કે શનિવાર સવારે તેમની સ્થિતિ ખરાબ હતી. જોકે, બપોરે, જ્યારે વધુ તકલીફ થઇ તો ભોપાલના ડૉક્ટર પાસેથી સલાહ લેવામાં આવી હતી. ડૉક્ટરના ચેકઅપ બાદ તેમણે રેફર કરવાની સલાહ આપી હતી. તે બાદ એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લઇ જવામાં આવ્યા હતા. સાંસદના નજીકના લોકોનું કહેવુ છે કે આ રીતની સમસ્યા તેમણે પહેલા ક્યારેય થઇ નથી. ડૉક્ટર તેમની મેડિકલ હિસ્ટ્રીની તપાસ પણ કરી રહ્યા છે


સાંસદને આ પહેલા ફેબ્રુઆરીમાં પણ સ્વાસ્થ્ય બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તબીબોએ તેમણે વધુ ભાગદોડ ના કરવાની સલાહ આપી હતી પરંતુ તે ગત કેટલાક દિવસથી સતત બેઠક કરી રહ્યા હતા. આજે બપોરે ત્રણ વાગ્યે દિશા સમિતીની જિલ્લા પંચાયત કાર્યાલયમાં યોજાનારી બેઠકમાં પણ તેમણે સામેલ થવાનું હતું પરંતુ તે પહેલા જ તેમની સ્થિતિ બગડી ગઇ હતી.


પ્રજ્ઞા સિંહને ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ તેમણે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, છાતીમાં દુખાવો થતો હતો. જોકે, ત્યારે તેમણે ખુદ કોરોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી હતી પરંતુ તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement