ખાનગી કૃષિ યુનિ.માં આઈસીઆરની મંજુરી બાદ જ પ્રવેશ લેવો વિદ્યાર્થીઓના હિતમાં: ફળદુ

06 March 2021 06:36 PM
Gujarat
  • ખાનગી કૃષિ યુનિ.માં આઈસીઆરની મંજુરી બાદ જ પ્રવેશ લેવો વિદ્યાર્થીઓના હિતમાં: ફળદુ

આર.કે.યુનિ. અને પારૂલ યુનિ.ના પ્રશ્ર્નમાં ગૃહ બહાર આવી કૃષિમંત્રીને સ્પષ્ટતા કરવી પડી

ગાંધીનગર તા.6
ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસના ધારાસભ્ય એ ઉપસ્થિત કરેલા આક્ષેપોની સ્પષ્ટતા કૃષિ મંત્રી એ કરવી પડી હતી. ગૃહની કાર્યવાહી બાદ આર.સી.ફળદુ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કૃષિ ક્ષેત્ર ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ ક્રમો શરૂ કરવા લાંબાં સમયથી ચર્ચા યથાવત હતી. જ્યારે ખાનગી યુનિવર્સિટીએ આઇસીઆરના નોમ્સ પ્રમાણે પરવાનગી લઈ શરૂ કરવામાં આવી છે. જોકે પારુલ અને આર.કે યુનિવર્સિટીની અરજી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો આર.સી.ફળદુ એ કર્યો હતો.


આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દ્વારા આજે ગૃહમાં ચર્ચામાં ભાગ લીધા બાદ તેમણે જે ઉલ્લેખ કર્યો છે તે જનતામાં ગેરસમજ ઉભી કરવા માટે કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાય, પારુલ, કે આર.કે યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી કૃષિ અભ્યાસ ક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તે જે-તે સમય લેખિતમાં સૂચના પણ આપવામાં આવી હતી. જેમાં રાજ્યના કૃષિ વિભાગ તરફથી પરવાનગી ન મળે ત્યાં સુધી અભ્યાસ શરુ ન કરવા અને તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ વેળા એ આર.સી.ફળદુ એ સ્પષ્ટ કર્યું હતું કે ખાનગી યુનિવર્સિટી ના મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં ડિગ્રી સંદર્ભે પણ વિજય ભાઈ સાથે ચર્ચા થઈ હોવાનો દાવો કર્યો હતો. આ તબક્કે મીડિયા સાથે ની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે કૃષિ ક્ષેત્ર ચાર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા રહેલી છે. તેમ ખાનગી યુનિવર્સિટીમાં પણ કૃષિ અભ્યાસ અંગે અરજી રહેલી હતી. જોકે ખાનગી યુનિવર્સિટીને કેવી રીતે પ્રોત્સાહન મળી રહે તે અંગે પણ ચર્ચા યથાવત હોવાનો સ્વીકાર કૃષિ પ્રધાને કર્યો હતો.


Related News

Loading...
Advertisement