વિજયભાઇ રૂપાણીએ પોતાના વકતવ્યમાં એવુ નિવેદન કર્યુ હતું કે આ વખતની ચૂંટણીમાં વી.આર. (વિજય રૂપાણી), સી.આર. (સી.આર.પાટીલ) અને એન.આર. (નીતિનભાઇ રતિલાલ પટેલ)નો સરવાળો એટલે ભારતીય જનતા પાર્ટીની જીત હોવાનું રજૂજી સુત્ર ગૃહમાં આપતાં તમામ સભ્યો ગેલમાં આવ્યા હતા. આ તબક્કે તેમણે પોતાના વકતવ્યમાં એક પણ કહ્યું હતું કે હવે ગુજરાતને વિકાસના શિખર સુધી પહોંચાડવું છે. એટલે જ અમે 20-20 રમીએ છીએ પિચની કોઇ ચિંતા કરતા નથી. કારણ કે અમારી નિયત સાફ છે. એટલે જ અડધી પીચે રમતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને અંતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં શીર્ષ નેતૃત્વ વચ્ચે ગુજરાત આજે પણ અડીખમ રહ્યું હોવાનો વિશ્ર્વાસ વિજયભાઇ રૂપાણીએ વ્યકત કર્યો હતો.