હેરાદુન તા.6
ઉતરાખંડની રણનીતિમાં આજે હલચલ મચી ગઈ હતી. આજે અચાનક પ્રદેશ ભાજપા કોર ગ્રુપ્ની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સામેલ થવા નીરિક્ષક તરીકે ભાજપ્ના વરિષ્ઠ નેતા અને છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે દહેરાદુન પહોંચ્યા હતા. ગ્રીષ્મ કાલીન રાજધાની ગેરસૈણમાં ચાલી રહેલા વિધાનસભા સત્રથી મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ દહેરાદુન પહોંચ્યા હતા. આ સિવાય કોર ગ્રુપ્નાં સભ્યોને પણ દહેરાદુન બોલાવવામાં આવ્યા છે.આ ઘટનાક્રમને લઈને જાત જાતની અટકળો થઈ રહી છે.