‘ઈન્ડીયન આઈડલ’સીઝન 12 નો માર્ચની આખરમાં અંત આવશે?

06 March 2021 03:28 PM
Entertainment
  • ‘ઈન્ડીયન આઈડલ’સીઝન 12 નો માર્ચની આખરમાં અંત આવશે?

મુંબઈ: ટીવી શો ‘ઈન્ડીયન આઈડલ’ હાલ ટીઆરપીને લઈને સંઘર્ષ કરી રહ્યો છે.ત્યારે આ મહિનાના અંતમાં આ શોનો અંત આવી શકે છે. સંગીત આધારીત આ શો છે છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને રાહુલ વૈદ્ય, અભીજીત જેવા ગાયકો આપ્યા છે.હાલ ‘ઈન્ડીયન આઈડલ’ની 12 મી સીઝનમાં નેહા કકકર, વિશાલ દદલાની, હિમેશ રેશમીયા જજની ભુમિકા ભજવી રહ્યા છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ શો માર્ચના અંતમાં પુરો થઈ જશે. આ રિયાલીટી શોની ટીઆરપી ઘટવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ છે. આ શોમાં હાલ 10 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે જો કંઈ ફેરફાર નથી થાય તો 27 મી માર્ચે સુપર ડાન્સર ચેપ્ટર 4 આ શોનું સ્થાન લઈ શકે છે.


Related News

Loading...
Advertisement