પેરિસમાં ના તો મારા નામે કોઈ બંગલો છે અને ના તો પાંચ કરોડના પેમેન્ટની રસીદ: તાપસી

06 March 2021 03:27 PM
Entertainment
  • પેરિસમાં ના તો મારા નામે કોઈ બંગલો છે અને ના તો પાંચ કરોડના પેમેન્ટની રસીદ: તાપસી

આઈટી દરોડા મામલે તાપસીએ મૌન તોડયું:નાણામંત્રી પર નિશાન સાધતા તાપસીએ પલટવાર કર્યો: વર્ષ 2013માં મારે ત્યાં દરોડા પડેલા, હવે હું એટલી સસ્તી નથી

મુંબઈ તા.6
બોલીવુડ એકટ્રેસ તાપસી પન્નુએ ટેકસ ચોરીનાં મામલામાં આઈટીની રેડ મામલે મૌન તોડયુ છે અને મજાકીયા અંદાજમાં ખુલાસો કર્યો છે કે હું એટલી સસ્તી નથી.તાપસીએ ટવીટમાં એ જણાવવાની કોશીશ કરી છે કે પેરિસમાં તેના નામે ના તો કોઈ બંગલો છે અને ના તો પાંચ કરોડની પેમેન્ટની કોઈ રસીદ છે. તાપસીએ તો ત્યાં સુધી કહ્યું કે તેની સંપતી પર વર્ષ 2013 માં કોઈ દરોડો નહોતો પડયો.તેણે નાણાંમંત્રી નિર્મલા સીતા રામનનાં આરોપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે હવે તે પહેલા જેવી સસ્તી નથી.


તાપસીએ ક્રમબધ્ધ ટવીટ કરી આઈટી વિભાગ દ્વારા કંઈ કંઈ બાબતોની તપાસ થઈ તેના બારામાં ટવીટ કરી લખ્યુ હતું કે ત્રણ દિવસમાં મુખ્યત્વે ત્રણ ચીજોની તપાસ થઈ હતી.પ્રથમ ટવીટમાં લખ્યુ છે. કથિત બંગલાની ચાવી જે હું પેરીસમાં રાખુ છું કારણ કે ગર્મીમાં રજાઓ હોય છે. બીજા ટવીટમાં તાપસી કહે છે કે આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેમની તપાસમાં તાપસી પન્નુને પાંચ કરોડનું રોકડ પેમેન્ટ કરવામાં આવ્યું હતું અને તેની રસીદ તેના ઘેરથી મળી હતી.


બાદમાં તાપસીએ લખ્યુ હતું. માનનીય નાણામંત્રીના અનુસાર 2013 માં મારે ત્યાં દરોડા પડયા હતા. તાપસીએ લખ્યુ હતું હવે હું એટલી સસ્તી નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે નાણામંત્રી સીતારામને કોઈનૂં નામ લીધા વિના કહ્યું હતું કે વર્ષ 2013 માં પણ આવી કાર્યવાહી થઈ હતી. ત્યારે તે પગલા પર કેમ સવાલો નહોતા ઉઠયા.


Related News

Loading...
Advertisement