સોની ટીવીના પોપ્યુલર શો ‘ઈન્ડીયન આઈડલ’નો સમય બદલાઈ શકે છે

06 March 2021 03:25 PM
Entertainment
  • સોની ટીવીના પોપ્યુલર શો ‘ઈન્ડીયન આઈડલ’નો સમય બદલાઈ શકે છે

મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવીઝન શો ઈન્ડીયન આઈડલ સૌ કોઈને તનાવ મુકત કરતો અને આનંદ આપતો શો છે. સૌ જાણે છે કે સંગીત તનાવમાંથી મુકિત આપે છે. ઈન્ડીયન આઈડલની હાલ 12 મી સીઝન ધુમ મચાવી રહી છે. જેમાં નેહા કકકર, વિશાલ દદલાની અને હિમેશ રેશમીયા જજની ભુમિકા ભજવી રહ્યા છે. જયારે આદિત્ય નારાયણ શોનું એન્કરીંગ કરે છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ શોનાં ટાઈમ સ્લોટમાં ફેરફાર થઈ રહ્યો છે. હાલ આ શો રાત્રે 8 વાગ્યે ટેલીકાસ્ટ થાય છે તે હવે રાત્રે 9-30 વાગ્યે ટેલીકાસ્ટ થશે.જયારે 8 વાગ્યે સુપર ડાન્સર શોની ચોથી સીઝન પ્રસારીત થશે.
સુપર ડાન્સર 27 મી માર્ચે રજુ થઈ રહ્યો છે. આ શોમાં જજ તરીકે સેલિબ્રીટીઓ શિલ્પા શેટ્ટી, ગીતાકપુર તેમજ અનુરાગ બાસુ જોવા મળશે. જયારે શોનું એન્કરીંગ પરિતોષ ત્રીપાઠી અને ઋત્વિક ધંજાની કરશે. શોના આગામી એપીસોડમાં જિતેન્દ્ર અને તેની પુત્રી એકતાકપુર અને જેકીશ્રોફ પણ જોવા મળશે.

 


Related News

Loading...
Advertisement