અનેક ખાનગી હોસ્પીટલોમાં આડેધડ રસીકરણ: આરોગ્ય વિભાગની ચેતવણી

06 March 2021 02:24 PM
India
  • અનેક ખાનગી હોસ્પીટલોમાં આડેધડ રસીકરણ: આરોગ્ય વિભાગની ચેતવણી

પારદર્શક પ્રક્રિયા થતી ન હોવાનું ધ્યાને આવતા સરકારની પગલા લેવા ચેતવણી

નવી દિલ્હી તા.6
કોરોના રસીકરણ માટે સરકારે વ્યાપક છુટછાટો આપી દેતા અનેક ખાનગી હોસ્પીટલોએ આડેધડ રસીકરણ શરુ કરી દીધુ છે અને પારદર્શક પ્રક્રિયા પણ કરાતી ન હોવા તરફ આંગળી ચીંધીને આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાની ચેતવણી આપવામાં આવી છે.નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઈઓ આર.એસ.શર્માએ કહ્યું હતું કે કેટલીક હોસ્પીટલો દર્દીઓને એડવાન્સ રજીસ્ટ્રેશન ન થવા દઈને રૂબરૂ આવતા લોકોને આડેધડ રસી આપી રહ્યાનું ધ્યાને આવ્યુ છે. આવા કારસ્તાનો સામે કડક પગલા લેવાશે. ખાનગી હોસ્પીટલોમાં રસીકરણ મામલે બે મુદાઓ સામે આવ્યા છે અને તે સ્વીકાર્ય નથી.


રસીકરણ માટે સમય-જગ્યા ખાલી છે કે કેમ તે ખાનગી હોસ્પીટલો દર્શાવતી નથી. સવારે 9 વાગ્યે જ શીડયુલ દર્શાવે છે તેનો અર્થ એવો થાય કે ગમે ત્યારે રૂબરૂ આવતા લોકોને જ સીધી રસી આપી દેવાને પ્રાથમીકતા આપે છે. કેટલાક કિસ્સાઓમાં તો એડવાન્સ સમયનોંધણી પણ નકારવામાં આવી રહી છે. અનેક કિસ્સાઓમાં નોંધણી કરાવનારા વયોવૃદ્ધ પહોંચે ત્યારે અન્યોને રસી આપી દેવામાં આવી હોવાથી સ્ટોક ન હોવાનું ગણાવીને પાછા ધકેલી દેવામાં આવે છે.કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પીટલોને રસીકરણની છુટ્ટ આપી દીધી છે. રસીકરણનો વ્યાપ વધારવા 60 વર્ષથી વધુની વયના તથા અન્ય બીમારીઓ ધરાવતા 45થી59 વર્ષના લોકોને પણ રસીકરણની છુટ્ટ અપાઈ છે. ખાનગી હોસ્પટલો માટે નિયમો ઘડાયા છે છતાં ઘણા કિસ્સામાં તેનું પાલન થતુ ન હોવાનું સરકારના ધ્યાને આવ્યુ છે.


Related News

Loading...
Advertisement