કોલકતા તા.6
ગઈકાલે જ તૃણમુલ કોંગ્રેસના 291 ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે અને મમતા બેનરજીએ વર્તમાન 27 ધારાસભ્યોની ટિકીટ કાપી છે જેમાં પાંચ મંત્રીઓ પણ સામેલ છે અને ભાજપ આ નેતાઓને પક્ષમાં સમાવવા તૈયાર હોવાના સંકેત છે.પશ્ચિમ બંગાળમાં સૌપ્રથમ તૃણમુલ છોડી ભાજપમાં ગયેલા વરિષ્ઠ નેતા મુકુલ રોય ગઈકાલે આ નારાજ નેતાઓને મળ્યા હતા અને તેમને ભાજપમાં સામેલ કરવાની તૈયારી કરી છે.