નંદીગ્રામની એક જ બેઠક પરથી લડવાના મમતાનો નિર્ણય જબરો રાજકીય દાવ

06 March 2021 02:13 PM
India Politics
  • નંદીગ્રામની એક જ બેઠક પરથી લડવાના મમતાનો નિર્ણય જબરો રાજકીય દાવ

ભાજપ પણ સ્તબ્ધ: તૃણમુલમાં પક્ષના વડાએ આત્મવિશ્ર્વાસ સર્જી દીધો હોવાનો સંકેત

કોલકતા તા.6
પશ્ર્ચિમ બંગાળમાં ગઈકાલે તૃણમુલ કોંગ્રેસે 291 ઉમેદવારોની યાદી જાહેર કરીને ભાજપ કરતા તેઓ આગળ હોવાનો સંકેત આપી દીધો છે અને ખાસ કરીને પક્ષના વડા તથા રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને પક્ષમાં નવો આત્મવિશ્ર્વાસ સર્જી દીધો છે. ભાજપના સૂત્રો સ્વીકારે છે કે મમતાએ તેની સલામત ભવાનીપુરા બેઠક છોડી છે. અગાઉ એવુ મનાતુ હતું કે મમતા બેનરજી બે બેઠક પરથી ચૂંટણી લડશે જેમાં એક નંદીગ્રામ અને બીજી પક્ષ માટે સલામત ગણાતી બેઠક હશે. નંદીગ્રામમાં મમતાએ હાલમાં જ તૃણમુલ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા આ ક્ષેત્રના દિગ્ગજ ગણાતા નેતા શુભેન્દુ અધિકારીનો સામનો કરવાનો છે અને અધિકારીએ દાવો કર્યો છે કે તે મમતાને 50 હજાર મતેથી હરાવશે પરંતુ મમતાએ તેની રાજકીય કારકિર્દીનો સૌથી જોખમી નિર્ણય લીધો છે અને તેનાથી તૃણમુલ કોંગ્રેસમાં જબરો આત્મવિશ્ર્વાસ આવી ગયો છે. મમતા બેનરજીના આ નિર્ણયથી ભાજપે પણ હવે પોતાની વ્યુહરચના બદલવી પડશે.


Related News

Loading...
Advertisement