‘નચ બલિયે’ સીઝન-10: ડાન્સીંગ સેલિબ્રિટી કપલ કરશે જમાવટ

06 March 2021 02:04 PM
Entertainment
  • ‘નચ બલિયે’ સીઝન-10: ડાન્સીંગ સેલિબ્રિટી કપલ કરશે જમાવટ

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી અને અશ્ર્વિન વર્મા સહિત 5 સેલિબ્રિટી કપલ શોમાં જોવા મળશે

મુંબઈ: ‘નચ બલીયે’ટીવીનો લોકપ્રિય શો છે જેમાં દર્શક પોતાના ફેવરીટ સેલિબ્રીટી કપલને ડાન્સ કરતા જોઈ શકે છે. ‘નચ બલીયે’ની આગામી 10 મી સીઝનમાં પાંચ નવા સેલિબ્રિટી કપલ્સ જાહેર થયા છે.
આ પાંચ સેલિબ્રિટીઓ પૈકી ગૌહર અને ઝૈદનો સમાવેશ થાય છે. ગૌહર અને ઝાદે ગત વર્ષે 25 મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા.ગૌહરે ડાન્સને પ્રેમ કરે છે. જયારે ઝૈદ વ્યવસાયિક કોરીયોગ્રાફર છે.આ જોડીની નૃત્ય કુશળતા તેમનાં અગાઉનાં વિડીયોમાં જોવા મળે છે. અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીને આ શો માટે પસંદગી કરાઈ છે તે અને તેનો પતિ અશ્ર્વિન વર્મા ડાન્સ રિયાલીટી શોમાં જોવા મળશે. ઈન્ડીયન આઈડન ફેમ એન્કર આદિત્ય નારાયણે તેની ગર્લફ્રેન્ડ શ્ર્વેતા અગ્રવાલ સાથે ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા.


અહેવાલો મુજબ આદિત્ય નારાયણ અને શ્ર્વેતા અગ્રવાલ પણ શો માટે ક્ધફર્મ થયા છે.લોકપ્રિય ટીવી શ્રેણી દીયા ઔર બાતીની હિરોઈન દિપિકાસિંઘ પણ તેના પતિ રોહીત રાજ ગોયલ સાથે નચ બલીયેમાં દેખાશે.આ અંગેનો એક વિડીયો તેણે ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો. ટીવી સિરીયલ કૃષ્ણા ચલી લંડનમાં લીડ રોલ કરનાર મેઘા ચક્રવર્તી પણ પોતાના પાર્ટનર સાથે નચબલીયેમાં નૃત્ય કરતી જોવા મળે છે.


Related News

Loading...
Advertisement