શ્રીનગર તા. 6 : આજે સવારે કાશ્મીરના લદાખ ક્ષેત્રમાં 3.6ની તીવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો હતો. અને લોકો ગભરાહટથી ઘરની બહાર નીકળી ગયા હતા. સવારે 5:11 કલાકે આ આંચકો નોંધાયો છે. હજુ કોઇ જાનહાની કે મીલ્કતને નુકસાનના અહેવાલ નથી. પરંતુ કેટલાક સ્થળોએ ભેખડો ધસી પડી હતી. પોલીસે આ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.