ભાવનગરની જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ પણ ‘આપ’ના પ્રમુખ બનશે

06 March 2021 12:33 PM
Bhavnagar ELECTIONS 2021
  • ભાવનગરની જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ પણ ‘આપ’ના પ્રમુખ બનશે

પ્રમુખપદ શેડયુલ્ડ કાસ્ટ અનામત હોય વિશમ સ્થિતિ

(વિપુલ હીરાણી) ભાવનગર તા. 6 : ભાવનગર જીલ્લાની જેસર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતા પ્રમુખપદે આમ આદમી પાર્ટીના વિજેતા બેસે તેવો ઘાટ સર્જાયો છે.
તાજેતરમાં યોજાયેલ જેસર તાલુકા પંચાયતની ચુંટણીમાં કુલ 16 બેઠકો માંથી ભાજપને 1ર, કોંગ્રેસને એક અને આમ આદમી પાર્ટી (આપ) ને ત્રણ બેઠકો મળી છે. આમ ભાજપે બહુમતી મેળવેલ છે. પરંતુ પ્રમુખપદ માટે શીડયુલ્ડ કાસ્ટ માટેની અનામત હોવાથી અને ભાજપમાંથી એક પણ ઉમેદવાર શીડયુલ્ડ કાસ્ટનો ચુંટાયો નથી જયારે આપ માંથી અતુલકુમાર ભીખાભાઇ નૈયાણી શીડયુલ્ડ માંથી ચુંટાયા છે.
આથી બહુમતી છતા ભાજપનો નહિ પરંતુ આપનો વિજેતા ઉમેદવાર પ્રમુખપદે બેસે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement