સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 96 કેસ : અડધાથી વધુ રાજકોટ જિલ્લામાં

06 March 2021 11:09 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 96 કેસ : અડધાથી વધુ રાજકોટ જિલ્લામાં

કોરોનામુકત દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કોરોનાનો ઉથલો: ભાવનગર જિલ્લામાં ઘટાડો : કચ્છમાં 11 કેસ : કુલ 89 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજકોટ, તા. 6
સૌરાષ્ટ્રભરમાં કોરોના રસીકરણ આગળ ધપી રહ્યું છે ત્યારે કોરોના પોઝીટીવ કેસમાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લા ર4 કલાકમાં વધુ નવા 96 પોઝીટીવ કેસ સામે 89 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્ણ થતાં કોરોના કેસમાં વધારો થવા લાગ્યો છે. સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા જિલ્લો કોરોનામુકત થયા બાદ ફરી પોઝીટીવ કેસ નોંધાયા છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજકોટ 46 શહેર 10 ગ્રામ્ય કુલ પ6, જામનગર 6 શહેર 7 ગ્રામ્ય કુલ 13, જુનાગઢ 6 શહેર પ ગ્રામ્ય કુલ 11, ગીર સોમનાથ 6, અમરેલી, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર 2-2, ગીર સોમનાથ-પોરબંદર 1-1 સહિત 96 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ 52, જામનગર 3, જૂનાગઢ 11, ભાવનગર 3, ગીર સોમનાથ 7, અમરેલી ર, દ્વારકા 7, મોરબી- પોરબંદર 2-2 સહિત 89 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કચ્છમાં નવા વધુ 11 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજયમાં નવા 1પ1 દર્દીઓ સામે 40પ દર્દીઓ સ્વસ્થ થયા છે રાજયનો રીકવરી રેટ 97.33 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લો હજુ પણ કોરોના સંક્રમણમાં મોખરે રહ્યો છે. ફરી સંક્રમણમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા ર4 કલાકમાં વધુ નવા પ6 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરનો કુલ પોઝીટીવ આંક 16406 નોંધાયો છે. હાલ 222 દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં 1899 બેડ ઉપલબ્ધ છે. વેકસીન રસીકરણ સાથે સંક્રમણ પણ વધી રહ્યું છે. કોરોનાગ્રસ્ત 1 દર્દીનું મોત નોંધાયું છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા 1 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,214 થવા પામી છે. જેમા ભાવનગર તાલુકાનાં કમળેજ ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 3 કેસ મળી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 6,214 કેસ પૈકી હાલ 31 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ગઇકાલે શુક્રવારે કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી સામે આવ્યો નથી. જોકે ગઇકાલે એક પણ દર્દી ડિસ્ચાર્જ કરાયા નથી. જેથી જિલ્લામાં 19 એકટીવ કેસ તથા મૃત્યુનો કુલ આંક 85નો યથાવત રહ્યો છે.


Related News

Loading...
Advertisement