કેશોદ શહેર કોંગ્રેસના મહામંત્રી તથા પૂર્વ પ્રમુખના રાજીનામાથી રાજકારણમાં ભૂકંપ

06 March 2021 10:36 AM
Junagadh
  • કેશોદ શહેર કોંગ્રેસના મહામંત્રી તથા પૂર્વ 
પ્રમુખના રાજીનામાથી રાજકારણમાં ભૂકંપ

(પ્રકાશ દવે)
કેશોદ તા.6
કેશોદ તા કેશોદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી રજનીભાઈ બામરોલીયા તથા શહેર કોંગ્રેસ પુવે પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા એ કોંગ્રેસ માંથી રાજીનામું ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં ભુકંપ સર્જાયો કેશોદ નગરપાલિકા પરિણામ જાહેર થતાં આવેલા પરિણામ ને લઈ કેશોદ કોગ્રેસ બે ધરખમ નેતાઓમાં પુવે શહેર કોંગ્રેસ ના પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા તથા કેશોદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી રજનીભાઈ બામરોલીયા એ આજરોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતાં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ તથા કેશોદ શહેર કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે ત્યારે કોંગ્રેસ આ બંને નેતાઓએ પોતાના હોદા ઉપરાંત કોંગ્રેસ ના પ્રાથમિક સભ્ય પદે થી પણ રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


Loading...
Advertisement